ર૬પ૪ કરોડ બેંક લૌન કૌભાંડ : ઈડીની સૌથી મોટી કાર્યવાહી

ભટનાનગરનો બંગલો જપ્ત : ૧૧રર કરોડની સંપત્તી કરી લેવાઈ સીઝ : લોન આપનારા અધિકારીઓ પર ટુંકમાં કસાસે ગાડીયો

ગાંધીનગર : ર૬પ૪ કરોડના મસમોટા બેંક કૌભાંડમાં ભટનાગર પર ઈડીએ સોથી મોટી કાર્યવાહી કરી હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ કેસમાં અંદાજે ૧૧રર કરોડ જેટલી ભટનાગરની સંપત્તી જપ્ત કરી લેવામા આવી છે. ઉપરાંત તેનો બંગલો પણ સીઝ કરી લેવાયો છે. ઈડી અને સીઆઈડી સંયુકત રીતે આ કેસમાં તપાસ કરી રહી છે. બેંકના અધિકારીઓ કે જેઓએ લોન આપી હતી તેમના નામો ચકાસાઈ રહ્યા છે અને હવે તેમના તરફે પણ ગાળીયો કસાવવા પામી શકે છે.