ર૩ લાખના શરાબ કેસમાં પૂર્વ કચ્છમાં શું થશે?

ડીજીપીનો ચાલશે આદેશ કે, જિલ્લા સુકાની બચાવશે આબરૂ?

પાંચ લાખથી વધુનો દારૂ પકડાય તો બૂટલેગર- પોલીસના સંબંધો તપાસાસવાના આદેશની અમલવારી કરાવાશે કે પછી.પૂર્વ કચ્છના સુકાની ‘મારી લાજ-આબરૂ તમારા હાથમાં છે, હવે તો થંભી જાવ, દારૂમાં તો ભ્રષ્ટાચાર-કટકી ન કરો..! ”તેવી કાકલુદી-આજીજી કરતા દેખાશે..? : પ્રબુદ્ધવર્ગની ટકોર

પૂર્વ કચ્છના સુકાની નીલપરના હત્યારાઓને ૩૦-૩૦ દિવસ સુધી શોધી લાવી શકયા નથી તો બુટલેગર-પોલીસની સાંઠગાંઠની તપાસનો રીપોર્ટ એક સપ્તાહમાં ઉચ્ચ અધીકારીને આપવાનો ડીજીપીનો આદેશ આપી શકે ખરા કે પછી ઘોળીને પી જશે..રોબતા મુજબ?

 

એલસીબીની સમયસૂચકતાભરી કાર્યવાહી આવકારદાયક, ડ્રાયવર શખ્સને પકડી લીધો અને બુટલેગરનું નામ પણ મેળવી લીધું છે, પકડવાની ચાલી રહી છે કવાયત પરંતુ રાજયના પોલીસ વડાએ તાજેતરમાંજ પાંચ લાખથી વધુના દારૂના મુદામાલમાં બુટલેગર-પોલીસના સબંધો-કડી ચકાસવાની જવાબદારી આપી છે તેવા જિલ્લાના સુકાની-સેનાપતી ભ્રષ્ટ સિન્ડીકેટ સુધી પહોંચશે ખરા? ખાખીધારીઓને શોધીને ડીજીપી સુધી નામો પહોંચાડશે કે કેમ?

 

ગાંધીધામ : રાજયના પોલીસ વડાએ દારૂબંધીને અટકાવવા તાજેતરમાં જ એક અસરકારક પરીપત્ર જાહેર કર્યો છે તે દરમ્યાન જ બીજીતરફ પૂર્વ કચ્છના અંજાર-ગળપાદર રોડ પર લાખોનો દારૂ ઝડપાઈ જવા પામી ગયો છે. આવા સમયે ફરીથી પૂર્વ કચ્છ સુકાની અને સનોપતિ સામે જાણકારવર્ગ દ્વારા સુચક ઈશારો કરવામા આવી રહ્યો છે. ગુજરાતમાં આજે પણ જ્યાં જોઈએ અને જેટલો જોઈએ તેટલો દારૂ મળી રહે છે. આ વાત આડકતરી રીતે ખુદ રાજ્યના પોલીસ વડાએ જાણે સ્વીકારી છે તેમ તાજેતર એક પરિપત્રથી સ્ફુટ થયું છે. આ પરિપત્ર દારૂબંધીના કડક અમલ સંદર્ભે છે પણ તેમાં એવો વિશેષ ઉલ્લેખ છે કે, હવેથી જો પાંચ લાખથી વધુનો દારૂનો જથ્થો પકડાય તો બૂટલેગરને કોઈ પોલીસ અધિકારી સાથે સંપર્ક તો નથી ને? તે મુદ્દે તપાસ કરવી.
રાજયના પોલીસ વડાએ જે રીતે આ આદેશ આપ્યો છે તેને લઈને કચ્છના પૂર્વ જિલ્લામાં પણ તરેહ તરેહની ચર્ચાઓ તેજ બનવા પામી ગઈ છે. કારણ કે કાયદો અને વ્યવસ્થાના અહી લીરેલીરા ઉડી રહયા હોવા સમાન એક પછી એક ઘટનાક્રમો બની રહ્યા છે ત્યારે અહીના સુકાની-સેનાપતી તો માત્ર અને માત્ર પોતાની આબરૂ બચાવવાની આજીજીઓ જ કરી રહ્યા હોવાની સ્થિતીમાં દેખાય છે. ત્યારે રાજય પોલીસ વડાના આ આદેશની અમલવારી કરાવી શકશે ખરા કે પછી ધોઈને પી જશે.? ડીજીપીના આદેશની થશે ઐસીતૈસી?હાલમાં જ શહેરના ગળપાદર રોડ પરથી જ ર૩ લાખથી વધુનો શરાબનો જથ્થો અહીની એજન્સીએ ઝડપી પાડયો છે. ત્યારે ડીજીપી દ્વારા અપાયેલા આદેશમાં અનેકવીધ વિગતોનો એક જ સપ્તાહમાં ઉપલીકક્ષાએ રીપોર્ટ કરવાનું કહેવાય છે ત્યારે નલીપરના હત્યારાઓને પણ ૪૮ કલાકમાં શોધી લાવવાની શેખી મારનારા પૂર્વ કચ્છના સેનાપતી ૩૦-૩૦ દીવસ સુધી તેવા ગુન્હેગારોની ધરપકડ કરી ન શકયા નથી તો તેઓ સાત દીવસમાં ઉચ્ચ અધિકારીઓને અંજાર-ગળપાદર રોડ પરથી ઝડપાયેલા ર૩ લાખના દારૂનાજથ્થા અંગે તપાસ કરી શકશે ખરા? આવા સવાલો પણ સહેજે સહેજ થવા પામી જ રહ્યા છે.
આ હુકમ કરવા સાથે પોલીસ વડાએ બીજા પણ કેટલાક મહત્ત્વના મુદ્દા પર તપાસ કરવા સૂચન કર્યું છે. રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ પરિપત્ર થકી હુકમ કર્યો કે, દારૂબંધીનો અસરકારક રીતે અમલ કરાવા હવેથી રૂ. પાંચ લાખ કે તેથી વધુની કિંમતનો દારૂ પકડાય ત્યારે જિલ્લામાં રેન્જ વડા કે શહેરી વિસ્તારમાં ડીસીપી કે સંયુક્ત પોલીસ કમિશનર કક્ષાના અધિકારીઓએ સુપરવિઝન કરીને પકડાયેલો દારૂ કઈ ડિસ્ટિલરીમાંથી આવ્યો હતો? તેના રૂપિયા કોણે અને કેવી રીતે ચુકવ્યાં હતા? દારૂની ખરીદી કોણે અને કયા હેતુ માટે કરી હતી? દારૂની હેરફેર કરાઈ છે તે વાહનના માલિકની સંડોવણી છે કે ભાડાના વાહનમાં હેરફેર થઈ છે. કયા રસ્તે દારૂ લવાયો અને દારૂ લાવવાનો કોઈ ચોક્કસ સમય અને રૂટ પસંદ કરાયો છે કે કેમ? તથા બૂટલેગરને કોઈ પોલીસ અધિકારી સાથે સંપર્ક છે કે કેમ તે મુદ્દે તપાસ કરવાની રહેશે. આ બધા સવાલો તો ઘણા જ બની રહે તેમ છે પરંતુ પૂર્વ કચ્છના સુકાની-સેનાપતી બુટલેઘર અને ભ્રષ્ટ ખાખીધારીઓની સિન્ડીકેટને પણ ખુલ્લી પાડી દેખાડે તો પણ બહુ હોવાનુ મનાય છે.