બદલીના હુકમમાં પૂર્વ કચ્છમાં ર, બનાસકાંઠામાં ૧ર અને પાટણમાં ૬ કર્મીઓને મુકાયા

ભુજ : સરહદ રેન્જ ભુજ આઈજી જે.આર. મોથલિયાના દ્વારા પોલીસ કર્મચારીઓની માંગના આધારે ર૦ પોલીસ કર્મચારીઓની જિલ્લા બદલી કરવામાં આવી હતી. પશ્ચિમ કચ્છ ભુજમાં ૧પ પોલીસ કર્મચારીઓ બહારના જિલ્લામાં બદલ્યા જયારે તેની સામે એક પણ કર્મચારીઓ મુકાયા નથી. જયારે પૂર્વ કચ્છ ગાંધીધામમાં પાંચ કર્મચારીઓ બહારના જિલ્લા બદલીને ગયા હતા. જયારે માત્ર બે કર્મચારીઓ બદલીને પૂર્વ કચ્છમાં આવ્યા છે. કચ્છમાંથી બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ૧ર અને પાટણમાં ૬ કર્મચારીઓને તો ર કર્મચારીઓને ભુજથી ગાંધીધામ જિલ્લામાં બદલી કરવામાં આવી હતી.