ર૦૧૧ના વિશ્વકપ ટીમનો એક ભારતીય ખેલાડી બુકીના સંપર્કમાં હતો

મુંબઇ : ર૦૧૧ માં વર્લ્ડકપ જીતનાર ભારતીય ટીમમાં સામેલ એક ખેલાડી ર૦૦૮-૦૯ ના સત્ર વખતે એક બુકીના સંપર્કમાં હતો. કથીત રીતે બંનેની વાતચીતનુ રેકોર્ડીંગ છે. કોર્ટ દ્વારા નિયુકત આઇપીએલ ભ્રષ્ટાચાર મામલામાં એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું છે કે બુકી મને પુરાવા આપવા તૈયાર હતો પણ અંતિમ ઘડીએ પાછો પડી ગયો. તેમણે કહ્યું હતું કે મેચ ભારતમાં રમાયેલો હતો. હું પુરતી તપાસ કરી શકયો નહોતો. જો કે તેમણે ખેલાડીની ઓળખ જાહેર કરી નથી.