ર૦૦૮ અ’વાદ બ્લાસ્ટ : સીમીનો આતંકી કુરેશી ધરબોચાયો

નવી દિલ્હી : ગુજરાતન અમદાવાદમાં થયેલા સિરીયલ બ્લાસ્ટન નાસ્તો ફરતો આરોપી આજ રોજ ધરબોચાઈ જવા પામી ગયો હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર અમદાવાદના ર૦૦૮ના થયેલા બ્લાસ્ટ કેસમાં આરોપી અને સીમી તથા હુજીની સાથે સંકળાયેલો અબ્દુલ સુભાન કુરેશી નામનો શખ્સ આજ રોજ દિલ્હીથી પકડી પાડવામા આવ્યો છે. નોધનીય છે કે, આ શખ્સને પકડવા ગયેલી પોલીસ પર પણ તેણે ફાયરીંગ કર્યુ હતુ.