રોહિંગ્યા શરણાર્થીઓ અંગે યુનો માનવ હક્ક વડાની ટીકા ભારતે નકારી

જીનીવાઃ સંયુક્ત રાષ્ટ્રસંઘના માનવ અધિકારોના વડા દ્વારા રોહિંગ્યા મુસ્લિમ શરણાર્થીઓ સાથેના વ્યવહાર, જમ્મુ અને કાશ્મીરમાં માનવ અધિકાર અંગેની પરિસ્થિતિ અને પત્રકાર ગૌરી લંકેશની હત્યા સંબંધમાં અવલોકન બાબતે કરવામાં આવેલી ટીકા ભારતે આકરા શબ્દોમાં નકારી કાઢી હતી અને જણાવ્યું હતું કે આવી ટિપ્પણીઓ ‘ઈરાદાપૂર્વકની’ છે. યુનોના માનવ અધિકારોના વડા ઝૈદ રા’દ-અલ હુસૈને યુનોની માનવ અધિકાર કાઉન્સિલના ૩૬મા સત્રમાં રોહિંગ્યા મુસ્લિમ શરણાર્થીઓને હદપાર કરવાના મુદ્દે ભારતની ટીકા કરી હતી.