રોડપતિમાંથી અબજોપતિ બની ગયેલા ગાંધીધામ-કચ્છના તકસાધુ-ઠગભગતો કોરોનાકાળમાં કેમ ન ડોકાયા?

  • ર૦૦૧ના ભુકંપમાં અનાથ બાળકોના મસીહા બનવાના ત્રાગાથી

પાંચહજારના પગારદાર ભુકંપમાં અનાથ બાળકોને છત્ર આપવાના બહાને સરકારી-સામાજીક, દાતાઓ સહિતનાઓને ઉલ્ટાચશ્મા પહેરાવી અઢળક સંપત્તી-પ્લોટસ-પ્રોપર્ટી વસાવીને આજે બની ગયા છે અબજોના આસામી : ગાંધીધામ સ્થિત આવા ઠગભગતોની સંસ્થાઓ તો સદાય રહેતી આવે છે વિવાદમાં

કયારે કોઈ વિધવા આ સંસ્થા સામે વિરોધ ફુંકે છે તો કયારેક અનાથ બાળકોના શિક્ષણકાર્યને લઈને આ લેભાગુઓ ખુલ્લેઆમ આવતા રહ્યા છે શંકાના ઘેરામાં : કોરોના કાળમાં પણ કઈક ભુલકાઓએ માતા-પિતાની ગુમાવી છત્રછાયા પરંતુ આવા ઠગબાજો કોરોનાકાળમાં અનાથ બાળકો પર કયાંય છત્ર આપવા-માથે હાથ મુકતા ન ડોકાતા વરસી રહ્યો છે ચોતરફી ફિટકાર : ર૦ વર્ષ ભુકંપને થઈ ગયા તોય અનાથના નામે હજુ પણ કઈક બની બેઠેલી સંસ્થાઓ ફીલમ ચલાવી રહ્યા હોવાની છે ચકચાર

ગાંધીધામ : ર૬મી જાન્યુઆરી ર૦૦૧નો કચ્છનો મહાવિનાશક ભુકંપ દેશ-દુનીયાને હલબલાવી ગયો હતો. સરકાર અને સામાજિક તબક્કે કચ્છ અને કચ્છમાડુઓને બેઠા કરવાને માટે પ્રમાણિક પ્રયાસો કરવામા આવ્યા હતા તો વળી આ જ સમયે કેટલાક લેભાગુઓને પણ બરાબરનો તડાકો થવા પામી ગયો હતો. હા, આપણે વાત કરી રહ્યા છીએ ભુકંપમાં ઘરનુ અને માવતરનુ છત્ર ગુરમાવનારા નાના બાળકો અને ભુલકાઓની. અને આવા અનાથ બાળકોના ભરતપોષણના નામે રીતસરની ફીલમ ચલાવનારા ઠગબાજોની.કઈક બાળકોએ માવતરની છત્રછાયા ગુમાવી હતી તેઓને માટે તત્કાલીકન કેટલાક લેભાગુઓને બખ્ખા થઈ ગયા હોય તેમ ભુકંપ વખતે અનાથ બાળકોને છત્ર આપવાના નામે આવા તત્વો મેદાને પડયા હતા. આજથી બે દાયકા પહેલા આ તત્વો માત્ર પાંચ હજારના પગારદાર હતા પરંતુ આજે અનાથ બાળકોના નામે તેઓએ ચલાવેલી સંદતર ફિલમો થકી એ જ ઠગભગતો આજે રોડપતિમાથી અબજોપતિ બની ગયા છે. એક સમય હતો કે સાયકલ પણ ચલાવવા તેઓ પાસે ન હોતી અને આજે અનાથ બાળકોના નામે ચરી ખાઈને એટલો ઠાઠ-રૂત્બો આ ઠગભગતો પાસે આવી ગયો છે કે તેમની ગાડીના દરવાજા પણ અન્ય કોઈ ખોલે ત્યારે તેઓ ગાડીથી બહાર નીકળે છે.પ્રબુદ્વવર્ગમાથી સવાલ એ થાય છે કે, આવા ઠગભગતો ભુકંપ વખતે બહાર આવ્યા અને અનાથના મશીહા બનવાના ડોળ કરીને આજે અઢળક ધન એકત્રીત કરી લીધુ છે તેમ છતા પણ હાલમાં કોરોનાના કપરાકાળમાં આવા તત્વો કેમ કયાંય ન ડોકાયા? શું કોરોનાએ બાળકોને અનાથ નથી બનાવ્યા? કઈક ભુલકાઓ એવા છે કે જેઓના માથેથી માતાપિતાની છત્ર જતી રહી છે? આવા ભુલકાઓની મદદે કેમ ઠગબાજ તત્વો ન આવ્યા? ભુકંપ વખતે તો હકીકતમાં અનાથ બાળકો એટલા રહેતા પણ ન હતા છતા તેઓના નામે સરકારી અને સામાજિક તથા દાતાઓ પાસેથી મળતી તમામ મદદો અને સહાય ઠાલવી અને સંસ્થા બનાવી લીધી. આ સંસ્થા પાછલા દોઢ દાયકાથી એક યા બીજી રીતે સતત વિવાદોમાં જ ઘેરાતી રહે છે. સંસ્થામાથી જે સાચા સવાલો ઉભા કરે તેને હાંકી કાઢતા પણ વાર નથી કરવામાં આવતો. કોરોનાકાળમા ભુકંપ જેવો મેળ નહી પડી શકે તેવુ આ ઠગબાજો ભાળી ગયા હતા કે શુ? આવા સવાલો પણ થવા પામી રહ્યા છે.