રોંગ સાઇડ આવતાં એક્ટિવાને બચાવવા જતાં કાર ડીવાઇડરમાં ઘૂસી, ચાલકનું મોત

(જી.એન.એસ.)ગોધરા,ઉત્તરાખંડથી વડોદરાથી જઈ રહેલ કાર ચાલકને અકસ્માત નડ્યો હતો. ગોધરા લુણાવાડા હાઇવે પર શહેરા પાસે આવેલા એચપી પેટ્રોલ પમ્પ નજીક અકસ્માત નડ્યો હતો. રોંગ સાઈડમાં આવી રહેલા એક્ટિવા ચાલકને બચાવવા જતા એક્સયુવી કાર ડીવાયડર સાથે અથડાઈ હતી.અકસ્માતની ઘટનામાં હાઈવે વચ્ચે આવેલ લોખંડનું ડીવાઈડર એક્સયુવી કારની આરપાર ઘુસી ગયું હતું. તેમજ કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. એક્ટિવા ચાલકને ઇજા થતાં શહેરની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. અકસ્માતને પગલે લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.