ભુજ : રેલ મંત્રાલય ભારત સરકાર તરફથી કોમલ છેડાની ઝોનલ રેલવે યુઝર્સ કોનસુલેટિવ કમિટી વેસ્ટર્ન રેલવેના સભ્ય પદ માટે નિમણુંક કરવામાં આવી છે. આ કમિટી વેસ્ટર્ન રેલવેના ત્રણ પ્રદેશ કે જેમાં મધ્યપ્રદેશ, ગુજરાત, અને મહારાષ્ટ્ર રાજ્યનો સમાવેશ થાય છે.

કોમલભાઈએ સન ૧૯૮૮થી કચ્છ માટે  ટ્રેન માટે આંદોલન કરી સફળતા મેળવી હતી. ત્યાર પછી અનેક વાર આંદોલન કરી સરકાર સાથે મંત્રણાઓ કરી એક પછી એક એમ કરીને છ ટ્રેન કચ્છ માટે કરાવવામાં એમનો મોટો ફાળો રહ્યો છે. ગાંધીધામથી ભુજ માટે સંખ્યાબંધ આંદોલનો કરી મીટર ગેજ ટ્રેનને બ્રોડગેજ ટ્રેનમાં ફેરબદલી કરાવવામાં સિંહફાળો રહ્યો છે. હજીએ રેલવે લાઈનને નલિયા સુધી લઈ જવા તેઓ પ્રયત્નશીલ છે. તે ઉપરાંત કચ્છમાં  મુન્દ્રા પેસેન્જર ટ્રેન ચાલુ થાય અને  મુન્દ્રાથી માંડવી અને એની આગળ માટે નવી લાઈન કે જેને આપણે કોસ્ટલ લાઈન તરીકે જાણીએ છીએ, તે લાઈન નખાવવા પણ તેઓ કાર્યરત છે. કચ્છની હાલ દોડી રહેલી રેલવેના નવા કોચ નખાવવામાં તેઓ અગ્રેસર રહ્યા છે. ઇમરજન્સી (કટોકટી)ના કાળ દરમ્યાન લોકશાહીની રક્ષા માટે તેઓને ૧૯ મહિના જેલ વાસ થયો હતો.

કચ્છ માટે નર્મદાના જળ મળે એ માટે અનેક આંદોલનો કરી એમાં પણ તેઓ સફળ રહ્યા છે.  કચ્છના ભૂકંપ વખતે મહિનાઓ સુધી કચ્છમાં રહી નવસર્જન કરવામાં પણ એમનો સિંહફાળો રહ્યો છે. જનતાને થતા અંન્યાય સામે હોય કે જનસુવિધા માટે તેઓ હંમેશા સંઘર્ષરત રહ્યા છે. જાહેર જનતાને વેસ્ટર્ન રેલવે માટે કોઈ પણ ફરિયાદ હોય કે વિકાસ માટે કોઈ સુજાવ હોય તો મોબાઈલ નંબર ઃ ૯૭૦૨૪ ૪૦૮૪૯ પર સંપર્ક કરવા કચ્છ યુવક સંઘના કૌશિક છેડાની યાદીમાં જણાવાયું છે.