રેલ્વે કન્વેશન કમિટીની વાર્ષિક જનરલ સભામાં કચ્છના પ્રશ્નો ચર્ચાયા

ભુજ : રેલ્વે કન્વેશન કમિટીની વાર્ષિક જનરલ સભા મુંબઈની તાજ લેન્ડઝ એન્ડ હોટેલ મધ્યે મળી હતી. જેમાં કચ્છ રેલ્વેના પ્રશ્નો સંદર્ભે ચર્ચા હાથ ધરાઈ હતી.
રેલ્વે અભિસમય કમિટી તથા રેલ્વેના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં મળેલ બેઠકમાં કચ્છ પ્રવાસી સંઘના કન્વીનર નિલેશ શ્યામ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સંસ્થા દ્વારા કચ્છના પ્રવાસ માટેના નવા સૂચનો તેમજ પ્રશ્નો રજુ કરાયા હતા.
બેઠકમાં રેલ્વે અભિસમય કમિટીના ચેરમેન ભારતૃહરિ માહતાબ, રાહુલ શેેવાલે (એમપી), વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજર એ.કે. ગુપ્તા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.