રેમડેસિવીર ઈન્જેકશનનું પૂર્વ કચ્છમાં અંજાર-ગાંધીધામમાં કેન્દ્ર ફાળવવા માટે કેમ કોઈ બોલતું નથી?

લાજ શરમ સાવ વેંચી ખાધી છે કે શું..?

પૂર્વમાં રામબાગ હોસ્પિટલ અથવા તો ગાંધીધામમાં અન્યત્ર સરકારી માળખા સાથે ઈન્જેકશનોનુ વિતરણ કરવાની દીશામાં ધારાસભ્ય સહિતનાઓ કેમ કંઈ બોલતા નથી? દર્દીઓને વહેલીસવારથી ભુજમાં એક-એક ઈન્જેકશન માટે લાઈનોમાં ઉભા રહ્યા પછી પણ મળી રહયા છે ઠેંગા..! ધારાસભ્યશ્રીને આવી ત્રાસદા નથી દેખાતી? લોકોની વેદનાથી બેખબર છે કે કેમ? જાણકારોમાંથી ઉઠતા કડક સવાલો

સરકાર પુરતા પ્રમાણમાં રેમડેશીવરના ફાળવે છે ઈન્જેકશનો, ભુજમાં સિવિલ હોસ્પિટલ ખાતે એકમાત્ર વિતરણ રખાયું હોવાથી જ સર્જાય છે અરાજકતા, કચ્છ વિસ્તારની દ્રષ્ટીએ છે વિશાળ વિસ્તાર, પશ્ચીમ કચ્છ અને પૂર્વ કચ્છને માટે આવા ઈન્જેકશનોનું વિતરણ અલગ-અલગ કરાવું જ ઘટે

પૂર્વ કચ્છમાં અનેકવીધ સુવિધાઓ વિના વિલંબે ખેંચી લાવનારા-યુદ્ધના ધોરણે ઉભી કરી દેખાડવાનો યશ ખાટતા અંજારના ધારાસભ્ય વાસણભાઈ પણ છેવટે રેમડેસીવર ઈન્જેકશનનુ સેન્ટર પૂર્વ કચ્છમાં અંજાર ખાતે લાવવાની દીશામાં કેમ નથી બોલતા : કચ્છના યુવા-સતર્ક-જાગૃત સાંસદ મોરબી સુધી દોડી જઈને કોરોનાની તમામ સવલતોનુ નિરીક્ષણ કરી રહ્યા છે પણ પૂર્વ કચ્છ તેમને પણ કેમ નથી દેખાતુ? શું આ વિસ્તારે યુવા સાંસદને મતો નથી આપ્યા..? તો પૂર્વ કચ્છ વિસ્તાર કેમ રાજકીય ઉપેક્ષાનો બની રહ્યો છે સતત ભોગ?

ઈન્જેકશનો માટે ભુજમાં ચક્કાજામના સર્જાયા દ્રશ્યો…! રસ્તા પર દર્દીઓના સગાવ્હાલાઓને ઉતરવુ પડયુ..!કોની બલિહારી..!

ગાંધીધામ રામબાગ હોસ્પિટલમાં અથવા અંજારમાં સરકારી રાહે રેમડેસીવીર ઈન્જેકશન વિતરણની ગોઠવવી જોઈએ વેળાસર વ્યવસ્થા : પૂર્વ કચ્છમાં દર્દીઓના સગાને ભુજનો ધર્મધક્કો બચે : આરટીપીસીઆર ટેસ્ટના બે મશિનો ભુજમાં પશ્ચિમ કચ્છમાં શા માટે ? બે પૈકીનું એક પૂર્વ કચ્છને કેમ ન ફાળવાય? : તસ્વીરી જશના બહું તાયફા થયા, હવે ખમૈયા કરો, પૂર્વ કચ્છની પ્રજા કોરોનાથી કણસી રહી છે

ગાંધીધામ : કોરોનાની કપરી સ્થિતીમાં હાલના સમયે ગંભીર રીતે અસરગ્રસ્ત દર્દીઓને માટે રેમડેસિવર ઈન્જેકશન સંજીવની રૂપ બની રહ્યુ છે. ગુજરાત સરકાર અને વિજયભાઈ રૂપાણી પણ આ જથ્થો રાજયવયાપી પર્યાપ્ત કરાવવા ભગીરથ આયોજનો ઘડી રહ્યા છે. કચ્છમાં પણ શરૂઆતમાં તેની ઘટ્ટની વાતો આવતા જ જથ્થો પુરતો કરી દેવાયો છે પરંતુ તેના અણઘણ વિતરણ વહીવટના લીધે દર્દઓ અને તેના સગાવ્હાલાઓની હાલત પીડાદાયક અને કષ્ટદાયક બનવા પામી રહી છે. રેમડેસિવર ઈન્જેકશનો માટે આજે તો ભુજ ખાતે દર્દીઓના સગાવ્હાલાઓને રસ્તા પર પ્રદર્શન અને વિરોધ વ્યકત કરીને આક્રોશ દર્શાવવાની સ્થિતી પેદા થવા પામી ગઈ છે. તો વળી બે રોજ પહેલા જ આ જ ઈન્જેકશનોને લઈને ભુજ સિવીલ સર્જન અને સીડીએચઓને તેમની ગાડીમાં જ દર્દીઓના સગાવ્હાલાઓએ ઈન્જેકશનોને લઈને પરિસર બહાર જ ઘેરી લીધા હેાવાની નોબત આવી ગઈ હતી. કચ્છ વિશાળ વિસ્તાર ધરાવતો જિલ્લો છે. પૂર્વ અને પશ્ચીમ કચ્છમાં હાલના સમયે જયા જુઓ ત્યા કોરોનાના દર્દીઓ ઉભરાઈ રહ્યા છે. આવામાં આખાય જિલ્લાના દર્દીઓના સગાવ્હાલાઓને રેમડેસિવર લેવા માટે ભુજની સિવિલ જ માન્ય રાખવામા અવી છે અને જિલ્લાભરમાથી આ ભારણ ભુજ ખાતે રહેતુ હોવાથી પણ અહી અરાજકતા, નારાજગી, હલ્લાબોલ સર્જાઈ રહ્યા છે. પૂર્વ કચ્છના દર્દીઓના સગાઓને પણ વહેલી સવારથી લાઈનોમાં આ ઈન્જેકશન માટે ઉભા રહ્યા છતા પણ ઘણી વખત તો ઠેંગો જ હાથ આવતો હોવાની સ્થિતી સર્જાતી જોવાઈ રહી છે. આવા સમયે સમગ્ર પૂર્વ કચ્છમાંથી કચવાટ સાથે સવાલો ઉભા થવા પામી રહ્યા છે કે, રેમડેસીવર ઈન્જેકશનની વિતરણ માટેની પૂર્વ અને પશ્ચીમ કચ્છમાં બે જગ્યાએ અલાયદી શરૂ કરવામા આવે અને તંત્રને ભારણ ઘટે તથા દર્દીઓના સગા, લોકોને પણ રાહત થાય તે માટે કેમ કોઈ કંઈ બોલતુ જ નથી તેવા સવાલો આ તબક્કે ઉભા થવા પામી રહ્યા છે. આ બાબતે ચર્ચાતી વિગતો અનુસાર સરકાર પુરતા પ્રમાણમાં રેમડેશીવરના ફાળવે છે ઈન્જેકશનો, ભુજમાં સિવિલ હોસ્પિટલ ખાતે એકમાત્ર વિતરણ રખાયું હોવાથી જ ગેરવ્યવસ્થાઓ પણ ઉભી થવા પામી રહી છે તે સ્થીતી નકારી શકાય તેમ નથી. કચ્છ વિસ્તારની દ્રષ્ટીએ છે વિશાળ વિસ્તાર, પશ્ચીમ કચ્છ અને પૂર્વ કચ્છને માટે આવા ઈન્જેકશનોનું વિતરણ અલગ-અલગ કરાવું જ ઘટે .
પૂર્વમાં રામબાગ હોસ્પિટલ અથવા તો ગાંધીધામમાં અન્યત્ર સરકારી માળખા સાથે ઈન્જેકશનોનુ વિતરણ કરવાની દીશામાં ધારાસભ્ય સહિતનાઓ કેમ કંઈ બોલતા નથી? દર્દીઓને વહેલીસવારથી ભુજમાં એક-એક ઈન્જેકશન માટે લાઈનોમાં ઉભા રહ્યા પછી પણ મળી રહયા છે ઠેંગા..! ધારાસભ્યશ્રીને આવી ત્રાસદા નથી દેખાતી? લોકોની વેદનાથી બેખબર છે કે કેમ? જાણકારોમાંથીઆવા વેધક સવાલો ઉભા થવા પામી રહ્યા છે. તો વળી બીજીતરફ ગાંધીધામ ઉપરાંત અંજારના ધારાસભ્ય વાસણભાઈ પ્રત્યે પણ આવા કેન્દ્રને લઈને સવાલોનો મારો ચાલી રહ્યો છે.
પૂર્વ કચ્છમાં અનેકવીધ સુવિધાઓ અંજાર ખાતે વિના વિલંબે ખેંચી લાવનારા-યુદ્ધના ધોરણે ઉભી કરી દેખાડવાનો યશ ખાટતા અંજારના ધારાસભ્ય વાણસભાઈ પણ છેવટે રેમડેસીવર ઈન્જેકશનનુ સેન્ટર પૂર્વ કચ્છમાં અંજાર ખાતે લાવવાની દીશામાં કેમ નથી બોલતા? ગાંધીધામમાં કદાચ તે ન સ્થાપાયી શકે તો વાસણભાઈ રસ લઈ અને આ કેન્દ્રને અંજારમાં ઈન્જેકશનનોની વિતરણ વ્યવસાથાઆ શરૂ કરી દેખાડે. આ ઉપરાંત કચ્છના યુવા-સતર્ક-જાગૃત સાંસદ મોરબી સુધી દોડી જઈને કોરોનાની તમામ સવલતોનુ નિરીક્ષણ કરી રહ્યા છે પણ પૂર્વ કચ્છ તેમને પણ કેમ નથી દેખાતુ? શું આ વિસ્તારે યુવા સાંસદને મતો નથી આપ્યા..? તો પૂર્વ કચ્છ વિસ્તાર કેમ રાજકીય ઉપેક્ષાનો બની રહ્યો છે સતત ભોગ? લોકોના રેમેડેસિવર ઈન્જેકશનોના અભાવ થકી મોત નિપજી રહ્યા છે, અછત ન હોવા છતા સમસ્યાઓ-વિતરણની દુવિધાઓના લીધે પ્રજા પાયમાલ બની રહી છે ત્યારે બીજીતરફ રાજકારણીઓ લીલાશા કુટીગામાં સેવાઓ ઉભી કરી દીધાના માત્ર પોકળ દાવાઓ જ કરતા જાવાઈ રહ્યા છે. હકીકતમાં લીલાશામાં ૧૦૦ બેડના આકડાઓ જાહેર કરાયા છે પણ વાસ્તવ્કતા જઈને જુઓ તો ખરા? કેટલા દર્દીઓ સારવાર આજની તારીખે લઈ રહ્યા છે? વેન્ટી કેટલા છે?ઓકસિજન કેટલા છે? દર્દીઓ અને સ્ટાફ પણ છે કે નહી? આ બધા તુત-નાટકો બહુ થયા હવે વેળાસર જ રેમડેસિવર ઈન્જેકશનની પૂૃવ કચ્છની અલાયદી વિતરણ વ્યવસ્થાઓ ઉભી કરી દેખાડે તે જ સૌના હિતમાં છે.