રેમડેશીવર ઈન્જેકશનનો જથ્થો કચ્છમાં ખલ્લાસ.! તંત્રનો એકરાર : નવા મંજુર થવાની ઈંતેજારીમાં

  • કોરોનાના ગંભીર દર્દીઓએ ભગવાન ભરોસે..!

ગત સપ્તાહે ૭ર૦૦ ઈન્જેકશનની કચ્છના તંત્રએ મોકલી હતી ડીમાન્ડ : પ૦૦ થયા હતા મંજુર : વર્તમાન સમયે એક પણ ઈન્જેકશન ભુજ સિવિલ હેાસ્પીટલ તબક્કે નથી હાજર : ડીમાન્ડ મોકલી આપી છે, મંજુરી હજુ સુધી મળી નથી : ડો. કશ્યમ બુચ

રેમડેશીવર ઈન્જેકશનના ડેજીગ્નેટેડ ઓફીસર સિવીલ સર્જનશ્રી જ છે, તેઓ જ તમામ માહીતીઓ આપી શકશે : ડો.માઢક (જી૯લા આરોગ્ય અધિકારી)

ગાંધીધામ : મહામારી કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. ગુજરાત સાથોસાથ કચ્છમાં પણ આભ ફાટે અને થીંગડા દેવાની હાલત થતી હેાવાનો વર્તારો હવે સામે આવવા પામી ગયો છે. કોરોનાની બીમારીમાં સંક્રમણને વધુ ફેલાતુ અટકાવવાને માટે અતિ કારગત નીવડી શકે તેવા રેમડેશીવર ઈન્જેકશનને લઈને ભારે હોહા ઠેર ઠેર મચેલો છે તેવામાં કચ્છને માટે પણ ચિંતાજનક ચિત્ર સામે આવવા પામી રહ્યો છે. આ દરમ્યાન જ જાણવા મળતી વધુ વીગતો અનુસાર દર્દીઓના સગા ભુજમા જયારે આ ઈન્જેકશનની પુછતાછ માટે જાય છે ત્યારે તેઓને જથ્થો ન હોવાની માહીતી પ્રાપ્ત થતી હોવાની ફરીયાદો સામે આવતા આ સબબ ભુજ સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડો. કશ્યપ બુચને આ બાબતે પુછતા તેઓએ કહ્યુ હતુ કે, ગત અઠવાડીયે કચ્છમાથી ૭ર૦૦ ઈન્જેકશનની ડીમાન્ડ રાજકોટ ખાતે જીએસપીએલ ડેપોમાં મોકલી આપી હતી પરંતેુ ગત બુધવારે પ૦૦ જેટલા ઈન્જેકશન મંજુર થઈ અને કચ્છને ફાળવાયા હતા જે જથ્થો નિયત નિયમ અનુસાર ઉપયોગમાં લેવાઈ ચૂકયો છે અને આજની તારીખ વર્તમાન સમયે કચ્છમાં એક પણ ઈન્જેકશન ઉપલબ્ધ ન હોવાની કેફિયત ડો. બુચ દ્વારા આપવામાં આવી હતી. શ્રી બુચે કહ્યુ હતુ કે, ૭ર૦૦ની માંગ કચ્છની પડતર જ રહેલી છે ત્યારે હજુ સુધી જીએસપીએલ ડેપો મારફતે ઈન્જેકશનો મંજુર થયાની હાલ સુધી કેાઈ જ સત્તાવાર માહીતી આવવા પામી નથી. સામાન્ય રીતે જીએસપીએલના ડાયરેકટર દ્વારા સંદેશા મારફતે ઈન્જેકશનો મંગાવવા માટેની નોધ અપાતી હોય છે જે હજુ સુધી મળી નથી એટલે કચ્છની માંગ હજુ પડતર જ હોવાનુ તેઓેઅ જણાવ્યુ હતુ. તો વળી આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. માઢક ને પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, રેમડેસીવર ઈન્જેકશન માટે ડો.બુચ જ ડેજીગ્નેટેડ અધિકારી છે અને તેઓ પાસે જ આ સબબની તમામ માહીતીઓ રહેલી હશે તેમ જણાવ્યુ હતુ.

  • રેમડેશીવર માટે સરકાર સમક્ષ રજુઆત કરી છે :ડો. નીમાબેન આચાર્ય

કાલથી ગાંધીધામમાં કોરોના ટેસ્ટ સેન્ટર પણ શરૂ થશે : રેડક્રોસની બિલ્ડીંગ આપીએ છીએ

ગાંધીધામ : કચ્છમાં રેમડેશીવર ઈન્જેકશનની અછત છે ત્યારે ભુજના ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્યએ આ બાબતે આરોગ્ય અગ્રસચિવ ડો.જયંતી રવિને વાત કરીને કચ્છમાં સર્જાયેલી ઈન્જેકશોનની અછત બાબતે અવગત કરી અને માંગ કરી હતી જે બાબતે સરકાર દ્વારા આજ સાંજ સુધીમાં જથ્થો ફાળવવાની ખાત્રી આપી હોવાનુ જણાવ્યુ હતુ. વધુમાં ગાંધીધામા કોવીદ માટેના ટેસ્ટ સેન્ટર ન હેાવાથી લોકોને આદીપુરનોધક્કો પડી રહ્યોહોવાની વાત તેઓએ કલેકટરશ્રી સમક્ષ કરી અને રેડક્રોસ બિલ્ડીગ કોવીદ ટેસ્ટ સેન્ટર માટે આપવાનુ સુચન કર્યુ હતુ જેનો સ્વીકાર થઈ ગયો છે અને કાલથી ગાંધીધામમા પણ કોવિદ ટેસ્ટ સેન્ટર શરૂ થઈ જવાની ખાત્રી નીમાબેન દ્વારા અપાઈ હતી.

  • આજ સાંજ સુધીમાં ઈન્જેકશનનો જથ્થો ફાળવાશે : વિનોદ ચાવડા

ગાંધીધામ : કચ્છમાં રેમડેશીવર ઈન્જેકશનનો જથ્થો ખુટી પડયો હોવાની વાત સામે આવવા પામી રહી છે ત્યારે આ બાબતે કચ્છના યુવા સાંસદ વિનોદભાઈ ચાવડા સાથે વાતચીત કરવામા આવતા તેઓએ ક્હયુ હતુ કે, આજ રોજ સવારે જ કલેકટરશ્રી સાથે આ બાબતે લંબાણપૂર્વક બેઠક કરી છે અને આજ સાંજ સુધી કચ્છને ઈન્જેકશનનો જથ્થો ફળવાઈ જશે તેવી ખાત્રી સરકાર તબક્કેથી પણ મળી હોવાનુ શ્રી ચાવડાએ જણાવ્યુ હતુ.