રેકોર્ડબ્રેક તેજી : સેન્સેક્સ પહેલી વાર ૩૬,૫૦૦ને પાર : નિફ્‌ટી ૧૧,૦૦૦ની ઉપર

મુંબઈઃ શેરબજારે એક વખત ફરી ઈતિહાસ રચ્યો છે. સેન્સેક્સ પોતાના ઓલટાઈમ હાઈ પર પહોંચ્યો છે. એશિયાઈ બજારમાં તેજી, ક્રુડ ઓઈલમાં ઘટાડો અને
રૂપિયામાં રિકવરીને  પગલે ગુરૂવારે શેર બજાર નવી ઊંચાઈએ ખુલ્યો. સેન્સેક્સ લાંબી છલાંગ લગાવી રેકોર્ડ હાઇ સ્તરે પહોંચવામાં સફળ રહ્યો હતો. સેન્સેક્સ ૩૬૪૨૪.૨૩ પર ખૂલ્યો અને ૩૬,૪૭૭ના રેકોર્ડ સ્તર પર પહોંચ્યો હતો. ભારે લેવાલીને પગલે ઓપનિંગ સેશન દરમિયાન જ સેન્સેક્સ ૩૬૫૪૦.૩૯ના સ્તરને સ્પર્શી ગયો. તો નિફ્‌ટીએ પણ ૧૧,૦૦૬.૯૫થી શરૂઆત કરી અને ૧૧,૦૩૦.૮૫ સુધી ચઢ્યો. ૧ ફેબ્રુઆરી ૨૦૧૮ બાદ પહેલીવાર નિફ્‌ટી ૧૧,૦૦૦ની ઉપર આવ્યો. બેન્કિંગ સેક્ટરના શેરોમાં તેજી જોવા મળી રહી છે. યસ બેંક ૨%થી વધુ ચ્ઢયો છે. એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ, એક્સિસ અને ઇન્ડસઇંડ બેન્કના શેરોમાં પણ ૧.૫% ઉછાળો આવ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ૨%થી વધુનો ગ્રોથ નોંધાવ્યો છે.