રૂ.૭.૧૭ કરોડ લધુમતી વિકાસના શિક્ષણ, આરોગ્ય અને સ્કીલ ડેવલોમેન્ટના વિવિધ ૫૪ કામોના પ્રથમ હપ્તારૂપે ચૂકવાયા

કચ્છના ભુજ, ગાંધીધામ, અબડાસા અને લખપત તાલુકા માટે રૂ.૨૦.૩૧ કરોડની દરખાસ્ત મંજુર

અલ્પ સંખ્યક મંત્રાલય દ્વારા શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્યવર્ધન માટે કચ્છ જિલ્લામાં રૂ.૨૦.૩૧ કરોડની દરખાસ્ત વર્ષ ૨૦૨૦-૨૧ માટે મંજુર કરવામાં આવી છે. પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ યોજના હેઠળ વર્ષ ૨૦૨૦-૨૧ માટે જિલ્લાના ભુજ, ગાંધીધામ, અબડાસા અને લખપત તાલુકામાં તથા ભુજ શહેરમાં લધુમતી જાતિ, મુસ્લિમ, શીખ, જૈન, પારસી, યહુદી બૌધ્ધ વગેરે માટે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિચરતી જાતિ) દ્વારા રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર, કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.ના માર્ગદર્શન હેઠળ રૂ.૩૫.૧૭ કરોડની દરખાસ્તકરવામાં આવી હતી. જેમાંથી રૂ.૨૦.૩૧ કરોડની દરખાસ્તો મંજુર થયેલ છે. જે પૈકી પ્રથમ હપ્તા પેટે પાંચ અમલીકરણ અધિકારીઓને વિવિધ ૫૪ કામો માટે રૂ.૭.૧૭ ફાળવવામાં આવ્યા છે. જે પૈકી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને કલાસરૂમ માટે લખપતની મુધવાય, પીપર, શીનાપર, મીંઢીયારી, નરા ગ્રુપની પ્રાથમિક શાળાઓ, ભુજની ઉધમા, કોટડા ધ્રોબાણા, સેનિટોરિયમ, ખાવડા-રતાડીયા, ભારાપરની વડસર, કાંઢવાંઢની પ્રાથમિક શાળાઓ, અબડાસા તાલુકાની સાંધવ, વાડાપધ્ધર, રાપરગઢ, વિઝાંણ કન્યા, નવાવાસ, કાલાતળાવ, કુનાથીયા અને કુંડલી ગામની પ્રાથમિક શાળાઓ જયારે ગાંધીધામના ચુડવા ગામની પ્રાથમિક શાળામાં માટે કુલ રૂ.૧.૨૮ કરોડ પ્રથમ હપ્તાનું ચુકવણું કરવામાં આવ્યું છે. જયારે કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગને ભુજમાં સદભાવના કોમ્યુનિટી હોલ અને ભુજ હાટની દરખાસ્તના રૂ.૨.૬૨ કરોડ પ્રથમ હપ્તાનું ચુકવણું કરવામાં આવ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને ભુજ અને અબડાસામાં કોમ્યુનિટી ફેસેલીટી, સ્માર્ટ કલાસ, ફેસેલીટી અને શૌચાલય માટે રૂ.૩૪ લાખ પ્રથમ હપ્તો ચુકવાયો છે. જિલ્લા આરોગ્ય અધિકારીને ભુજ તાલુકામાં ખાવડામાં મમતા ઘર, ભીરંડીયારામાં પી.એચ.સી. સ્ટાફ કવાર્ટસ, અબડાસાના જખૌ અને લખપતના બરંદા ખાતે પી.એચ.સી. સ્ટાફ કવાર્ટસ માટે રૂ.૭૪ લાખ પ્રથમ હપ્તાના ચુકવાયા છે. કાર્યપાલક ઈજનેર પંચાયતને કોમન સર્વિસ સેન્ટર માટે લખપતના દયાપરમાં કોમ્યુનિટી હોલ, ભુજના ખાવડા, અબડાસાના નલિયા અને ગાંધીધામના કિડાણા ખાતે કોમ્યુનિટી હોલ માટે તેમજ ગાંધીધામના શિણાયમાં વર્કિગ વુમન હોસ્ટેલ માટે રૂ.૨.૧૭ કરોડ પ્રથમ હપ્તાનું ચુકવણું કરાયું છે એમ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી જે.એ.બારોટ જણાવે છે. તેઓ વધુમાં જણાવે છે કે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરના લધુમતીઓની પ્રાથમિક સુવિધાના કામો અને વિકાસ માટેના પ્રયત્નો અને કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.ના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૧૮-૧૯ માં પણ પ્રાથમિક શાળાના ઓરડા અને શૌચાલયો માટે રૂ.૧૪૭.૩૪ લાખ મંજુર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા પ્રારંભ આ યોજનામાં દેશમાં પસંદ કરાયેલા પ્રથમ ૯૦ તાલુકામાં ગુજરાત રાજયના ચાર તાલુકા એ પણ કચ્છના ભુજ, ગાંધીધામ, અબડાસા અને લખપત અને ભુજ શહેર પસંદ કરાયેલ હતા. હાલે આજે રાજયમાં શહેરો સાથે ૨૪ તાલુકામાં આ યોજનાનો લાભ મળી રહયો છે.