રૂ.૪૦.૦૪ લાખના ખર્ચે નિર્મિત પાણીના સંપનું લોકાર્પણ કરાયું

ધાણેટી ખાતે પાણી પુરવઠા યોજનાના વિકાસ કામો લોકાર્પણ કરાયા

આજરોજ ધાણેટી ગામે રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર અને જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. એ પાણી પુરવઠા યોજનાના બે વિકાસ કામો લોકાર્પિત કર્યા હતા.

વાસ્મો કૃત પીવાના પાણીની ઉંચી ટાંકીનું અને પાણી પુરવઠા યોજના અંતર્ગત રૂ.૪૦.૦૪ લાખના ખર્ચે નિર્મિત સંપનું પણ આ તકે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ આર.સી.સી. ભૂગર્ભ સંપની ક્ષમતા ૨.૫૦ લાખ લીટરની છે. જેનાથી ધાણેટી ગ્રામજનો પાણી મેળવી શકશે. એમ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

આ તકે મંત્રીશ્રી સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, નવનિયુકત વલસાડ ડી.ડી.ઓ.શ્રી મનીષ ગુરવાની, જિલ્લા પંચાયત શાસકપક્ષના નેતા હરિભાઇ જાટીયા, અગ્રણી સર્વશ્રી ભામાશા રાણાભાઇ આહિર, નારણભાઇ ડાંગર, ગોકુલ રબારી, ડાહયાભાઇ આહિર, સરપંચશ્રી વાઘજીભાઇ માતા, તાલુકા વિકાસ અધિકારી શૈલેષભાઇ રાઠોડ, પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેર ઓ.પી.તિવારી, નાકાઇ ડી.જી.રામાનુજ, જિલ્લા કો.ઓર્ડિનેટર વાસ્મોના ડિમ્પલબેન શાહ, વાસ્મો ઈજનેરશ્રી હરિલાલ ચાડ, મદદનીશ ઈજનેરશ્રી અમિત ધોળકીયા અને ગામજનો ઉપસ્થિત રહયા હતા.