રૂ. ૪૦ કરોડનું ડ્રગ્સ પકડાયુંઃ ત્રણની ધરપકડ

મુંબઈઃ ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ના ઓફિસરોએ રાયગઢમાં રસાયણી ખાતે આવેલી ફેક્ટરીમાં છાપો મારી રૂ. ૪૦ કરોડની કિંમતનું ડ્રગ્સ પકડી પાડ્‌યું હતું. ડ્રગ્સનો આ જથ્થો મલયેશિયા મોકલવામાં આવવાનો હતો, એવું કહેવાય છે. આ પ્રકરણે ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર ડીઆરઆઇના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે ફેક્ટરીમાં છાપો મારીને ૨૫૩ કિલો કેટામાઇન અને ૧૨ કિલો મેટામ્ફેટામાઇન નામનું ડ્રગ્સ પકડી પાડ્‌યું હતું. આ પ્રકરણે ધરપકડ કરાયેલા ત્રણ જણને કોર્ટમાં હાજર કરાયા હતા. ડીઆરઆઇનું ઓપરેશન હજી ચાલી રહ્યું હોઇ વધુ લોકોની
ધરપકડ થવાની શક્યતા છે. ચેન્નઇ-દિલ્હી ખાતે આ ઓપરેશન હાથ ધરાઇ રહ્યું હોવાનું સૂત્રોએ કહ્યું હતું.
અધિકારીના જણાવ્યા અનુસાર ડ્રગ્સ તૈયાર કરવામાં આરોપીઓ સંડોવાયેલા હતો અને બાદમાં આ ડ્રગ્સ મલયેશિયા એક્સપોર્ટ કરવાનું હતું. ચેન્નઇના લોકોને ડ્રગ્સ તૈયાર કરવા માટે રસાયણી ખાતે આવેલી ફેક્ટરીમાં મોકલવામાં આવ્યા હતા.