રૂ.૨.૬૨ કરોડના ખર્ચે નિર્માણ થનાર કોટડા બ્રિજનું ખાતમુહૂર્ત કરતા રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર

રૂ.૭.૫ કરોડના ખર્ચે કુકમા કોટડા ચકાર ચંદિયા રોડ બનશે

આજરોજ રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે ભુજ તાલુકાના કોટડા (ઉ) ખાતે રૂ.૨.૬૨ કરોડના ખર્ચે બનનારા કોટડા (ઉગમણા) અને કોટડા (આથમણા) ને જોડતો નવો બ્રિજ બનાવવાના કામનું ખાતમૂહૂર્ત કર્યુ હતું. હાલે હયાત જર્જરીત જુના બ્રિજને તોડી પુનઃ નવા ૧૦ મીટરના ૦૪ ગાળા ધરાવતો અને ૮ મીટર પહોળો બ્રિજનું આશરે ૯ માસની સમયમર્યાદામાં નિર્માણ કરવામાં આવશે.

આ તકે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ગ્રામ સડક યોજના ૨૦૧૯ હેઠળ માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા બનનારા આ બ્રિજથી પરિવહન સરળતા રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતુંકે, રાજય સરકારે કુકમા કોટડા ચકાર ચંદિયા રોડના વિકાસ કામ માટે રૂ.૭.૫ કરોડ મંજુર કર્યા છે. આમ કુલ રૂ.૧૦ કરોડના વિકાસ કામોથી જનસુખાકારીમાં વધારો થશે.

આ પ્રસંગે હરિભાઇ જાટીયા, જિલ્લા પંચાયત સદસ્ય નારણભાઇ મહેશ્વરી, સરપંચ શંભુભાઇ રબારી, ધાણેટી સરપંચશ્રી વાઘજીભાઇ આહિર, અગ્રણી સર્વશ્રી નિયતીબેન પોકાર, કિર્તનભાઇ પોકાર, મહેન્દ્રભાઇ લીંબાઇ, હર્ષદભાઇ ભગત, રણછોડભાઇ ધોળુ, વેલુભા જાડેજા, ઈકબાલ ચાકી, મોહનભાઇ, સાગર ગઢવી, અલ્પેશ તલાટી, નાકાઇ બી.ડી.પ્રજાપતિ, એસ.ઓ. મેહુલ ચૌધરી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.