રૂ.૨૩.૧૭ લાખના ખર્ચે નવનિર્મિત વાસ્મો પુરસ્કૃત પાણીની ટાંકીનું લોકાર્પણ

ધાણેટી ગામે પીવાના પાણીના બે કામોનો આજથી પ્રારંભ

આજરોજ રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે ભુજ તાલુકાના ધાણેટી ખાતે વાસ્મો પુરસ્કૃત યોજના અંતર્ગત કુલ રૂ.૨૩.૧૭ લાખના ખર્ચે નવનિર્મિત પીવાના પાણીની ઉંચી ટાંકીનું લોકાર્પણ કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.ના વરદ હસ્તે કરાવ્યું હતું.

રાજયમંત્રીશ્રીએ આ તકે ઉપસ્થિતોને વધામણાં દેતા જણાવ્યું હતું કે, ગામ લોકોએ જવાબદારી સ્વીકારી વાસ્મો પુરસ્કૃત યોજના હેઠળ સામાજિક બદલાવની પ્રવતિમાં પાણી સમિતિ કામ કરી રહી છે. રૂ.૨૩.૧૭ લાખના ખર્ચે વાસ્મોએ પીવાના પાણીની ટાંકીનું નિર્માણ કર્યુ છે તેમજ યોજનાકીય ભીંત સૂત્રોના લખાણ કરી ગામ લોકોને માહિતગાર કર્યા છે. વાસ્મોનો ૧૦૦ ટકા ફાળામાંથી બનેલ આ ટાંકીથી ગામ લોકોને આજથી વધુ પાણી મળી રહેશે.

આ તકે મંત્રીશ્રી સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, નવનિયુકત વલસાડ ડી.ડી.ઓ.શ્રી મનીષ ગુરવાની, જિલ્લા પંચાયત શાસકપક્ષના નેતા હરિભાઇ જાટીયા, અગ્રણી સર્વશ્રી ભામાશા રાણાભાઇ આહિર, નારણભાઇ ડાંગર, ગોકુલ રબારી, ડાહયાભાઇ આહિર, સરપંચશ્રી વાઘજીભાઇ માતા, તાલુકા વિકાસ અધિકારી શૈલેષભાઇ રાઠોડ, પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેર ઓ.પી.તિવારી, નાકાઇ ડી.જી.રામાનુજ, જિલ્લા કો.ઓર્ડિનેટર વાસ્મોના ડિમ્પલબેન શાહ, વાસ્મો ઈજનેરશ્રી હરિલાલ ચાડ, મદદનીશ ઈજનેરશ્રી અમિત ધોળકીયા અને ગામજનો ઉપસ્થિત રહયા હતા.