રૂ.૧૬.૦૭ કરોડના સામખીયાળી જુથ પાણી પુરવઠા યોજનાથી ૧૮ ગામો અને ૭ પરા લાભાન્વિત

ભચાઉના મીસીંગ લીંક કાર્યક્રમ સામખીયાળી જુથ નર્મદા એનસી બલ્કલાઇન કામની મુલાકાતે મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા

ભચાઉ તાલુકાના નવા કટારીયા ખાતે રાજબાઇ માતાના મંદિરે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા એનસી-આઇ પાઈપલાઇન આધારિત સામખીયાળી જુથ પાણી પુરવઠા યોજનાના ચાલી રહેલા કામનું પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ જાત મુલાકાત લઇ નિરીક્ષણ કર્યુ હતું.

વર્ષ ૨૦૨૧ના મીસીંગ લીંક કાર્યક્રમ હેઠળ કાર્યાન્વિત રૂ.૧૬.૦૭ કરોડના ખર્ચે બનતા નર્મદા ફિલ્ટર પ્લાન્ટથી ભચાઉ તાલુકાના ૧૮ ગામો અને ૭ પરા લાભાન્વિત થશે.

મંત્રીશ્રીએ આ તકે નર્મદાના પાણી મેળવવાના પાઈપલાઇન પાથરવાના, ફિલ્ટર પ્લાન્ટ તથા સીવીલ સ્ટ્રકચરના કામો વગેરેનું નિરીક્ષણ કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે, આ તકે મંત્રીશ્રીએ રસ્તા પર આવતા ચિત્રોડ ગામે ગ્રામજનોની રજુઆતના પગલે રસ્તેથી જ ચિત્રોડ સંપ પર જઇ ત્યાંની સમસ્યાને જોઇ તત્કાળ ઉપસ્થિત સબંધિત અધિકારીને સમસ્યા ઉકેલવા સૂચન કરાવ્યું હતું.

પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ સામખીયાળી જુથ પાણી પુરવઠા યોજના હેઠળ નિર્માણધિન આ પ્રોજેકટથી નર્મદા પાઇપલાઇનમાંથી ફિલ્ટર કર્યા વગરના પાણી વપરાશ માટે WTP  પાઇપલાઇન નેટવર્કથી ગ્રામ્યકક્ષાએ પીવાનું પાણી મળશે.

આ તકે મંત્રીશ્રીએ આ યોજના આધારિત ગામોના ઉપસ્થિત અગ્રણીના પ્રશ્નોની ચર્ચા કરી હતી. પૂર્વ ધારાસભ્યશ્રી પંકજ મહેતાએ ઉપસ્થિત ગ્રામજનોને ભચાઉ રાપરમાં પાણીની વિગતો અને સમસ્યાઓથી મંત્રીશ્રી અને અધિકારી વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવી હતી.

નવા કટારીયાના હનુમાનધામ ખાતે મંત્રીશ્રીએ આસપાસના ગામોના અગ્રણીઓ સાથે પાણી પ્રશ્નો અને સમસ્યા બાબતે માહિતી મેળવી તેનો યોગ્ય નિકાલ માટે સબંધિતોને જણાવ્યું હતું તેમજ સત્વરે આ પ્રોજેકટ પૂર્ણતા બાબતે પણ જણાવ્યું હતું.

આ તકે હનુમાનધામ મહંત ભાનુપ્રસાદ રાજગોર સાથે અગ્રણી અરજણભાઇ રબારી, જનકસિંહ જાડેજા, સામખીયાળી તાલુકા પંચાયત સદસ્યશ્રી કાનજીભાઇ, નવા કટારીયા સરપંચશ્રી કરસનભાઇ વાવીયા, ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ ગોકુલભાઇ વાવીયા, લલિયાણા સરપંચ મહાવીરસિંહ જાડેજા, જંગી સરપંચ રણછોડ પટેલ, આંબલીયારાના મહેશ સોનારા, વાંઢીયા સરપંચ રાજેશ પટેલ તેમજ મોડપર લગઘીર, ભચાઉ ડેપ્યુટી ઈજનેરશ્રી આર.જે.જાડેજા, નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી સૌરભ શાહ, સબ ડિવીઝન રાપરના એમ.બી. પરમાર તેમજ અગ્રણીઓ આ તકે ઉપસ્થિત રહયા હતા.