રૂપીયો ઓલટાઈમ લો સપાટીએ ગગડયો

૧ ડોલરની સામે રૂપીયો ૭ર.પ૦ની સપાટી પારઃ ડોલર ઉચકાયો છે ત્યારે પેટ્રોલ-ડીઝલમાં સતત વધારો થવાની હજુય શકયતા

 

મુંબઈ : ભારતીય રૂપીયો ડોલરની સામે સતત ગગડતો હોય તેવો સિનારીયો સામે આવતો રહ્યો છે દરમ્યાન જ આજ રોજ ફરીથી ભારતીય રૂપીયો અત્યાર સુધીની સૌથી નીચી સપાટી પર આવી જવા પામી ગયો છે.એક ડોલરની સામે ભારતીય રૂપીયો ૭ર.પ૦ની સપાટી પર કરી ગયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ડોલર મજબુત થયો હોવાથી હજુય પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઉછાળો આવવા પામી શકે તેમ છે.