રૂપાણી સરકારે ૨૨ ઉચ્ચ અધિકારીઓને જિલ્લાઓમાં દોડાવ્યા?

(એજન્સી દ્વારા)ગાંધીનગર :ર્ OSD તરીકે સોંપેલી જવાબદારીવાળા અધિકારીને સોંપાયેલી જવાબદારી વાળા જિલ્લામાં જવા સૂચના આપવામાં આવી છે. પાંચ દિવસ સુધી જિલ્લામાં અધિકારીઓએ રહેવું પડશે. રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યા છે. ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાએ ઉથલો મારતાં સરકાર હરકતમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાના વધી રહેલા કેસો પછી ૨૦ શહેરોમાં નાઇટ કર્ફ્યૂ લગાવી દીધું છે. એટલું જ નહીં, આગામી ૩૦મી એપ્રિલ સુધી રાજકીય-સામાજિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવી દીધો છે. એટલું જ નહીં, લગ્નોમાં પણ ૧૦૦ લોકોની સંખ્યા નક્કી કરી નાંખી છે. કોરોનાનું સંક્રમણ વધતા અધિકારીઓને સંબંધિત જિલ્લામાં દોડવાયા છે.OSD તરીકે સોંપેલી જવાબદારીવાળા અધિકારીને સોંપાયેલી જવાબદારી વાળા જિલ્લામાં જવા સૂચના આપવામાં આવી છે. પાંચ દિવસ સુધી જિલ્લામાં અધિકારીઓએ રહેવું પડશે. રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યા છે. આ બધાની વચ્ચે બનાસકાંઠાના પ્રભારી વિજય નહેરા બનાસકાંઠામાં પહોંચ્યા છે. જિલ્લામાં કોરોના કન્ટ્રોલ માટે પ્રભારી તરીકે નિમણૂક થઈ છે. વિકાસ કમિશનર વિજય નહેરા કોરોનાને લઈ બેઠક કરશે. જિલ્લામાં વધતા જતા સંક્રમણને લઈ બેઠક કરશે. વિજય નહેરા કલેકટર અને ડીડીઓ સહિતના અધિકારીઓ સાથે બેઠક કરશે.

ગુજરાતમાં કોરોના પ્રભારીઓનું લિસ્ટ
•ડો. રાજીવકુમાર ગુપ્તાને- અમદાવાદ •ડો. વિનોદ રાવ – વડોદરા, છોટા ઉદેપુર •ડો. રાહુલ ગુપ્તા – રાજકોટ, •એ.કે. રાકેશ- અમદાવાદ ગ્રામ્ય, •સુનયના તોમર – ગાંધીનગર •એ. કે. સોલંકી – અમરેલી •શાહમીના હુસેન – ભરૂચ, •મનીષ ભારદ્વાજ – જૂનાગઢ •સોનલ મિશ્રા – ભાવનગર •મમતા વર્મા – પાટણ •રાજેશ માંજુ – પંચમહાલ •રૂપવંત સિંહ – મોડાસા- અરવલ્લી •સંજીવ કુમાર – બોટાદ •ડી. જી. પટેલ- પોરબંદર અને ગીર સોમનાથ •એન.બી. ઉપાધ્યાય- જામનગર •એસ. જે. હૈદર – નર્મદા •ધનંજય ત્રિવેદી – મહેસાણા •એમ. થેનનારસન – સુરત •મોહમદ શાહિદ – ખેડા •વિજય નહેરા – બનાસકાંઠા •અવંતિકા સિંહા ઔલખ – આણંદ •રાજકુમાર બેનિવાલ -દાહોદ