રૂદ્રમાતા નજીક બાઈક સવારનું મોત

ભુજ : જિલ્લામાં અકસ્માતને પગલે મોતની બે ઘટનાઓ સંદર્ભે જુદા જુદા બે ગુના પોલીસ દફતરે ચડ્યા હતા. જેમાં ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ મથકે ખાવડા રોડ પર રૂદ્રમાતા નજીક સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત નિપજતા ગુનો નોંધાયો હતો, તો અંજાર-આદિપુર રોડ પર બસમાંથી પડી યુવાન પડી જતા મોત નિપજતા અંજાર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ શહેર બી-ડિવિઝન પોલીસ મથકે લતીફભાઈ સુલેમાનભાઈ સુમરા (ઉ.વ. પ૦) (રહે. રૂદ્રમાતા પુલ પાટિયા, ચાંદ હોટલ, તા.ભુજ)એ જીજે૧ર-ડીએસ-૯૩૩૮ નંબરના કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. આરોપીએ પોતાના કબજાની ફોરવ્હીલર પુરપાટ વેગે બેદરકારી પૂર્વક હંકારી ફરિયાદીના ભત્રીજા રસીદને ટક્કર મારી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી મોત નિપજાવ્યું હતું તેમજ નાના ભત્રીજાને ઈબ્રાહીમને શરીરે ઈજાઓ પહોંચાડી વાહન મુકી નાસી ગયો હતો. બનાવને પગલે ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ મથક ગુનો નોંધાતા પીએસઆઈ વી.આર.ઉલવાએ આગળની તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ અંજાર-આદિપુર રોડ પર એસઆર પેટ્રોલ પમ્પની સામે અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં ફરિયાદી રાજકુમાર વ્રજમોહન પાલે બસ નંબર જીજે૦૩-ટી-ર૬૮રના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. આરોપી પોતાના કબજાની બસ પુરપાટ વેગે અને બેદરકારી પૂર્વક હંકારી બસમાં બેઠેલા ફરિયાદીના મોટા ભાઈ વિમલભાઈને ચાલુ બસે દરવાજામાંથી નીચે પાડી દીધા હતા. ઈજા ગ્રસ્તને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા મોત નિપજ્યું હતું. બનાવને પગલે અંજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરતા પીએસઆઈ વી.એલ. પરમારે આગળની તપાસ હાથ ધરી છે.