રિલીઝ પૂર્વે રણસંગ્રામ ‘પદ્માવત’નો પુનઃ સુપ્રીમમાં પડઘો

કાયદો-વ્યવસ્થાનો હવાલો આપી પ્રતિબંધ લાદવા રાજસ્થાન-મધ્યપ્રદેશ સરકાર દ્વારા સુપ્રીમકોર્ટમાં કરાઈ ફેરવિચારણા અરજી : આવતીકાલે સુનાવણી

 

તો રાજીનામું આપી દઈશ :કરણી સેનાના ગુજરાત પ્રમુખનો હુંકાર

ગાંધીનગર : પદ્માવત ફિલ્મનો વિરોધ થઇ રહયો છે રાજ્યમાં ઠેર ઠેર દેખાવો યોજાય છે ત્યારે કરણી સેનાના ગુજરાત પ્રમુખ રાજભા શેખાવતે કહ્યું કે, કાર્યકરો શાંતિ જાળવે કનિદૈ લાકિઅ અને શાંતિ જાળવવામાં મદદ કરે તોફાની તત્વો અને અસામાજીક તત્વો પણ આ વિરોધમાં જોડાઈ ગયા છે જેને કારણે કાયદો વ્યવસ્થા ખોરવાઈ છે. જો તોફાનો બંધ નહીં થાય તો હું રાજીનામુ આપી દઈશ.

 

 

રાજપૂતો પાસેથી કંઈક શીખો : ઔવેસીનો બફાટ
નવી દિલ્હી : સંજય લીલા ભણશાળીની ફિલ્મ પદ્માવતને લઈને કરણીસેના બાદ હવે એમઆઈએમ પણ આ વિવાદમાં ઉતરી પડ્‌યું છે. હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઔવેસલીએ પદ્માવત ફિલ્મને ‘બકવાસ’ ગણાવી છે અને આ ફિલ્મ ન જોવા માટે મુસલમાનોને આગ્રહ કર્યો છે.પ્રસિદ્ધ રાણી પદ્માવતી અને સમ્રાટ અલાઉદ્દીન ખિલજીની કહાની પર આધારિત ફિલ્મ ‘પદ્માવત’ પર ઔવેસીએ આપેલા નિવેદનથી એક નવો વિવાદ ઉભો થયો છે. ઔવેસીએ બુધવારે વારંગલ શહેરમાં અખિલ ભારતીય અભિયાન ‘સેવ શરિયા’ ની સાર્વજનિક બેઠકમાં આ ફિલ્મ વિશે નિવેદન આપ્યું હતું.ઔવેસીએ સભામાં કહ્યું હતું કે, ‘ખાસ મુસલમાન યુવાનો આ ફિલ્મ જોવા ન જાય. પોતાના પૈસા અને સમય બરબાદ ના કરો. આ સંજોગ છે કે આ ફિલ્મની કહાની એક મુસ્લિમ લેખક દ્વારા લખવામાં આવી છે.’અસદુદ્દીન ઔવેસીએ કહ્યું કે, ‘પદ્માવત એક મનહૂસ ફિલ્મ છે. આ ફિલ્મ પાછળ ભાગવાની જરૂર નથી. પદ્માવત ફિલ્મને જોવા ન જાઓ. ભગવાને તમને આ બે કલાકની ફિલ્મ જોવા માટે બનાવ્યા નથી. તમે સારું કામ કરો જેથી લોકો તમને સદીઓ સુધી યાદ રાખે.’

 

 

સુરતમાં તોફાની તત્વો સામે પોલીસની લાલઆંખ
કાપોદ્રા, કતારગામ, ઉમરાગામ, અમરોલી સહિતમાં પદ્માવતનો હિંસક વિરોધ કરનારાઓ સામે ગુન્હો નોંધાયો
સુરત : ફિલ્મ પદ્માવતને લઈને ઘર્ષણની સ્થિતી સતત સામે આવવા પામી રહી છે. દરમ્યાન જ ગત રોજ પણ સુરતમાં વિવિધ સ્થળાએ તોફાની ટોળા અને તત્વો દ્વારા તોડફાડ કરી અને હીંસક તોફાનો કરવામા આવ્યા હતા જેઓની સામે પોલીસતંત્ર દ્વારા લાલઆંખ કરવામા આવી રહી છે. આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર સુરતના કાપોદ્રા, કતારગામ, અમરોલી, ઉમરાગામ સહિતનાઓમાં ગઈકાલે દેખાવો થયા હતા અને અહીના ૧૧ જેટલા લોકોની સામે ગુન્હો નોંધવામા આવ્યો છે.

 

નવી દિલ્હી : ફિલ્મ પદ્માવતને લઈને દેશભરમાં તબક્કાવાર બબાલ અટકવાના બદલે સતત વધારેને વધારે ઉગ્ર જ બની રહી હોય તેવો તાલ સામે આવવા પામી રહ્યો છે. ફિલ્મ નિર્માતા અનુસાર ટાઈટલમાં ફેરફાર ઉપરાંત જરૂરી બદલાવ કરાયા બાદ સુપ્રીમકોર્ટે ફિલ્મના રીલીઝને મંજુરી આપી દીધા બાદ ફીલ્મને લઈ અને ગુજરાત સહિત ઠેર-ઠેર આંદોલન વધુ ઉગ્ર બની જવા પામી ગયા હોવાનો વર્તારો ખડો થવા પામી ગયો છે.
ફિલ્મ આગામી રપમીએ રીલીઝ થવાની છે પરંતુ તે પહેલા જ આ મુદે રણસંગ્રામની સ્થિતી બનેલી હોય તેમ લાગી રહ્યુ છે. દરમ્યાન જ ગુજરાતના બે રાજયોમાં આ ઘટનાના પડનારા ગંભીર પ્રત્યાઘાતોને ધ્યાને લઈ અને ચિંતા વ્યકત કરવામા આવી છે. તથા કાયદો અને વ્યવસ્થા રાજયમાં કથળવાની ભીતી પણ દર્શાવવામા આવી હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે.
આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર કાયદો-વ્યવસ્થાનો હવાલો આપી અને રાજસ્થાન તથા મધ્યપ્રદેશ સરકાર દ્વારા આ ફિલ્મના રીલીઝને રોકવા અને પ્રતિબંધ લાદવાની માંગ કરવામા આવી છે. ઉપરાંત આ મામલે પુનઃ ફેરવિચારણા અરજી દાખલ કરવામા આવી છે. આ ફિલ્મ પર પ્રતિંબંધ હટાવી લેવાની સામે પુનઃ વિચાર કરવા બન્ને રાજયો દ્વારા સુપ્રીમકોર્ટમાં અરજી કરવામા આવી છે.