રાહુલ ચિકન ખાઇને નરસિમ્હા સ્વામી મંદિર ગયાઃ યેદિયુરપ્પાનો આરોપ

બેંગલુરુઃ રાહુલ ગાંધીની કર્ણાટક યાત્રાની શરૂઆતમાં બીજેપીના સીએમ ઉમેદવાર બીએસ યેદુરપ્પાએ તેમને ચૂંટણીલક્ષી હિન્દુ કહ્યા હતા. હવે ટિ્‌વટ કરીને કહ્યું છે કે રાહુલ ૧૧ ફેબ્રુઆરીએ જવારી ચિકન ખાઈને કનાગિરીમાં નરસિમ્હા સ્વામીના દર્શન કરવા પહોંચ્યા હતા. કોંગ્રેસ દરેક વખતે હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કામ કરે છે. કન્નડમાં લખેલા ટિ્‌વટમાં યેદુરપ્પાએ કન્નડ ભાષાના ટેબ્લોઇડ શૂધિ મૂલામાં છપાયેલા અહેવાલનો પણ ઉલ્લેખ કર્યો છે. પ્રદેશ કોંગ્રેસે વાતને પાયાવિહોણી કહી છે.