‘રાહુલ ગાંધી સિક્રેટ ટેલેન્ટ હન્ટ’ઃ કોંગ્રેસ યુવા નેતાઓની ટીમ બનાવશે

દેશભરમાં યુવાન તરવરિયા નેતાઓ ઊભા કરી ભાજપને ટક્કર અપાશે

રાહુલ ૨૩મીથી ‘બંધારણ બચાવ ઝુંબેશ’ શરૂ કરશે
દલિતો, અનુસૂચિત જાતિના મતદારોને આકર્ષવા પ્રયાસ કરાશે
નવી દિલ્હીઃ કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી ૨૩મી એપ્રિલથી દેશભરમાં ‘બંધારણ બચાવ ઝુંબેશ’ શરૂ કરાવશે. કૉંગ્રેસ દ્વારા દલિતોને આકર્ષવા માટે આ અભિયાન હાથ ધરાઇ રહ્યું હોવાનું કહેવાય છે. કૉંગ્રેસના હાલના અને ભૂતપૂર્વ સાંસદો, વિધાનસભ્યો, જિલ્લા પરિષદ, નગરપાલિકા,

 

અમદાવાદ : કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં અધ્યક્ષ રાહુલ ગાંધીએ યુવાનોને
પક્ષમાં મહત્ત્વનું સ્થાન અપાશે તેવી ઘોષણા મંચ પરથી કરી હતી. જેના ભાગરૂપે ગુજરાત સહિત દેશભરમાં રાહુલ ગાંધી સિક્રેટ ટેલેન્ટ હન્ટ થકી યુવાન કોંગ્રેસ નેતાઓની શોધ કરી રહ્યા છે. આ યુવા નેતાઓને કોંગ્રેસ પક્ષની મહત્ત્વની આંતરિક જવાબદારી આપી શકાય તમ આધારભૂત સૂત્રોથી જાણવા મળી રહ્યું છે. એટલું જ નહીં હાલ ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ અને પ્રભારી તરીકે જે ચહેરા સામે આવ્યા છે એ પણ યુવા નેતાઓની શોધના ભાગરૂપે જ સામે આવ્યા છે. આગામી દિવસોમાં ગુજરાતમાં અન્ય યુવાન ચહેરાઓ પક્ષમાં મહત્ત્વની જવાબદારી નિભાવતા જોઇ શકાશે. ખાસ કરીને લોકસભાની ચૂંટણી અને તેની સાથે સાથે પક્ષના માળખાને મજબૂત બનાવવાના આશય સાથે રાહુલ ગાંધી નવી યુવા ટીમ બનાવવા કવાયત કરી રહ્યા છે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ,‘આ નિર્ણય રાહુલ ગાંધીએ ખુદ લીધો છે. આ રણનીતિના આધારે પક્ષ અલગ અલગ રાજ્યોમાં ફરીથી એકવાર મજબુત સ્થિતિનું નિર્માણ કરી શકે