રાહુલ ગાંધી – યુપી સીએમ યોગી આદિત્યનાથ ગોરખપુરની મુલાકાતે

ગોરખપુર : ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગોરખપુરની મુલાકાતે જઇ રહ્યાં છે. જ્યાં સીએમ યોગી ભાજપના સ્વચ્છ ઉત્તર પ્રદેશ, સ્વસ્થ ઉત્તર પ્રદેશ અભિયાનનો પ્રારંભ કરવાશે તો બીજી બાજુ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બીઆરડી મેડિકલ કોલેજમાં બાળકોના મૃત્યુ પામેલા પરિવારજનો સાથે મુલાકાત કરશે.ભાજપના પ્રવક્તાએ જણાવ્યું કે મુખ્યમંત્રી યોગી એક દિવસની ગોરખપુર મુલાકાત દરમિયાન સ્વચ્છ ઉત્તર પ્રદેશ, સ્વસ્થ ઉત્તર પ્રદેશ અભિયાનનો પ્રારંભ કરાવશે. જ્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ ગોરખપુરની મુલાકાતે જશે. રાહુલ ગાંધી બીઆરડી મેડિકલ કોલેજમાં ઓક્સિજની આપૂર્તિના કારણે જે બાળકોના મૃત્યુ થયા હતા તેના પરિવારજનો સાથે મુલાકાત કરશે.