રાહુલ ગાંધી આજથી બે દિવસના અમેઠી પ્રવાસે

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજથી બે દિવસ તેમના સંસદીય ક્ષેત્ર અમેઠીના પ્રવાસે છે . આ દરમ્યાન રાહુલ ગાંધી અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. તેમજ કેટલાંક સ્થળોએ જનસભા પણ સંબોધિત કરશે. આ ઉપરાંત તે અમેઠીમાં કોંગ્રેસ કાર્યકતાઓમાં એક નવો જોશ ઉમેરવાનો પણ પ્રયાસ કરશે. રાહુલ ગાંધી સવારે ૧૦. ૩૦ વાગે લખનઉ એરપોર્ટ પર ઉતર્યા છે. લખનઉ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બર પહોંચ્યા હતા. તેમની સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરોએ પણ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું.રાહુલ ગાંધી લખનઉથી રોડ માર્ગે અમેઠી પહોંચશે. તે અમેઠીમાં બે દિવસ