રાહતના સમાચારઃ ડાંગ બાદ પાટણ જિલ્લો પણ કોરોના મુક્ત બન્યો

Coronavirus covid-19 free zone, area. Disease free zone sign, symbol. People celebrating without mask. Vector illustration isolated on white background for templates, banners, stickers, posters.

(જી.એન.એસ.)ડાંગ,ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ધીમે ધીમે શાંત પડી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં દૈનિક કેસો ૧૦૦ની અંદર આવી ગયા છે. ત્યારે રાજ્યના લોકો માટે વધુ એકવાર મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે ડાંગ પછી પાટણ જિલ્લો પણ કોરોનામુક્ત બન્યો છે. આમ, હવે કોરોનાની બીજી લહેર પછી ડાંગ અને પાટણ એમ બે જિલ્લા કોરોનામુક્ત થયા છે.આ સિવાય ૧૩ જિલ્લા એવા છે કે જે પણ ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. કારણ કે, આ જિલ્લાઓમાં પણ એક્ટિવ કેસો ૧૦થી અંદર છે. આ જિલ્લાઓની વાત કરીએ તો તાપીમાં ૪, સુરેન્દ્રનગરમાં ૩, સાબરકાંઠામાં ૬, પંચમહાલમાં ૪, નર્મદામાં ૨, મોરબીમાં ૩, ખેડામાં ૭, કચ્છમાં ૬, જૂનાગઢમાં ૫, દાહોદમાં ૩, છોટાઉદેપુરમાં ૩, બોટાદમાં ૨ અને આણંદમાં ૭ એક્ટિવ કેસો છે.