રાવરી કેનાલ રોડ પર રોડરે બાઈક ચાલકને અડફેટે લીધો

સુરજબારી પાસે ટ્રેલરે ટ્રકને ટક્કર મારી

ભચાઉ : રાવરી કેનાલ રોડ પર રોડર ચાલકે મોટર સાયકલને અડફેટે લીધો હતો. તો બીજી બાજુ સુરજબારી ટોલનાકા પાસે ટ્રેલરે ટ્રકને ટક્કર મારી હતી.ભચાઉ પોલીસ મથકે ફરિયાદી મૌલીક હર્ષદભાઈ ડોવરીયા (ઉ.વ.ર૬) (રહે. ભચાઉ) નોંધાવેલી ફરિયાદને ટાંકીને મળતી વિગતો મુજબ રાવસરી કેનાલ રોડ પર આરોપી અજાણ્યો રોડર ચાલકે બેદરકારીપૂર્વક રોડર ચલાવીને મોટર સાયકલ રજી નં. જીજે. ૧ર. ડીક્યુ. ૬૯૮પને અડફેટે લેતા રાજન પ્રજાપતિને ફ્રેકચર સહિતની ઈજાઓ થઈ હતી. રોડર ચાલક નાસી ગયો હતો. તો બીજી બાજુ સુરજબારી ટોલનાકા પાસે આરોપી નિલેસભાઈ અરજણભાઈ ચાવડા (રહે. સુગારીયા તા.અંજાર) ટેલર નંબર જીજે. ૧ર. બીડબ્લ્યુ. પપ૬ર બેદરકારીપૂર્વક ચલાવીને ફરિયાદી રમેશભાઈ રણછોડભાઈ જાટાવાડીયા (ઉ.વ.૪૭) (રહે. લાકડીયા) કબ્જાની ટ્રક નંબર જીજે. ૦૧. એટી. ૩૯૩૭ને ટક્કર મારતા ચાલક એવા ફરિયાદીને હાથ-પગ અને માથાના ભાગે ઈજાઓ થઈ હતી. આ અકસ્માત અંગે સામખિયાળી પોલીસ મથકે ફરિયાદ કરાઈ છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.