રામ રહીમ અને હનીપ્રીત મુદ્દે હરિયાણા પોલીસનો ખુલાસો

હરિયાણા : હરિયાણામાં ડેરા સચ્ચા સોદાના પ્રમુખ રામ રહીમ અને તેમની કહેવાતી દત્તક પુત્રી હનીપ્રીત જેલમાં બંધ છે, પરંતુ જેલમાં જતાં પહેલા તેમણે મોટું કાવતરું રચ્યું હોવાનો ખુલાસો પોલીસે કર્યો છે. હરિયાણા પોલીસે કોર્ટેને જણાવ્યું કે, ડેરા સમર્થકો પાસે પોલીસને મળેલા હથિયારોના ખજાના સાથે એક ડ્રોન પણ મળ્યું હતું. પોલીસે ખુલાસો કર્યો કે, રામ રહીમ અને હનીપ્રીતે પંચકુલાની જેમ સિરસારને પણ સળગાવવાનો પ્લાન બનાવ્યો હતો. ધરપકડ દરમિયાન માત્ર પંચકૂલા જ નહીં, સિરસા શહેરમાં પણ મોટા પાયે હિંસા ફેલાવવાનું કાવતરું રચ્યું હતું. જોકે પોલીસ અને અર્ધ સૈનિક બળને કારણે તેઓ તેમના ઈરાદામાં પૂરી રીતે સફળ થયા નહીં.