રામ મંદિર મુદ્દે મોદી સરકારને મળી ખુલ્લી ચેતવણી

નવીદિલ્હી : રામ જન્મ ભૂમિ પર મંદીર બનાવવા ના સ્વપ્ન દેખાડનાર મોદી સરકારના ૪ વર્ષ પુરા થવા પર રામ જન્મભૂમિ અને કૃષ્ણ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસે બીજેપીને રામ મંદીર મુદ્દે ખુલ્લી ચેતવણી આપી હતી.
તેમણે કહ્યું કે, જો કેન્દ્ર સરકાર જલ્દી રામમંદિરના નિર્માણની પ્રક્રિયા શરૂ નહીં કરે તો મ્દ્ઘ ને ચૂંટણીમાં નુકસાન થઈ શકે છે. શનિવારે મોદી સરકારના ચાર વર્ષ પુરા થયા બાદ ન્યાસ અઘ્‌યક્ષે સરકારને અપિલ કરતા કહ્યું કે કેન્દ્રને જલ્દી જ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરાવવું જોઈએ.
આ ઉપરાંત પત્રકારો સાથે વાતચીત દરમિયાન મહંત નૃત્ય ગોપાલ દાસે કહ્યું કે, હજુ પણ સમય છે, જો સરકારે હજુ પણ રામ મંદિરના નિર્માણનું કામ શરૂ ન કર્યું તો તેનાથી બીજેપીને નુકસાન થશે. તેમણે કહ્યું કે દેશની જનતા અને સંતોએ કેન્દ્રની સરકારને રામ મંદિરના નિર્માણ માટે સત્તામાં મોકલ્યા હતા, આથી તેમનું કર્તવ્ય છે કે બધાની ભાવનાઓનું સન્માન કરીને સરકાર જલ્દી રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરાવે.
એટલું જ નહીં, પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અયોધ્યાના વિકાસની દિશામાં કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂપિાયાની યોજનાઓની ધીમી ગતિ પર પણ અઘ્‌યક્ષે સવાલ કર્યો હતો. સરકારની યોજનાઓના વિષય પર ન્યાસ અધ્યક્ષે કહ્યું કે સરકાર અયોધ્યાના વિકાસની તમામ યોજનાઓ સ્વીકારી છે પરંતુ અહીંયા આવનારા પર્યટકો આ નગરને ભવ્ય જોવા ઈચ્છે છે.