રામ મંદિર માટે ૨૮ વર્ષે અયોધ્યાથી રથયાત્રા : બીજે૫ીને થશે ચૂંટણીમાં ફાયદો

અયોધ્યા (યુપી)ઃ ૨૮ વર્ષ પછી ફરી અયોધ્યાથી રામમંદિરના નામ પર શ્રીરામ રાજ્ય રથયાત્રા કાઢવામાં આવી. યાત્રાને કારસેવક પુરમથી વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી ચંપતરાયે લીલી ઝંડી બતાવીને રવાના કરી. આ દરમિયાન મોટી સંખ્યામાં સાધુ-સંતો હાજર રહ્યા. આ રથ ૬ રાજ્યોમાંથી ૪૧ દિવસમાં આશરે ૬ હજાર કિલોમીટરનું અંતર કાપશે. યાત્રાનું સમાપન કેરળના તિરુવનંતપુરમમાં થશે. તેની જવાબદારી વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી) અને મહારાષ્ટ્રની સંસ્થા રામદાસ મિશન યુનિવર્સલ સોસાયટી સંભાળી રહી છે. ઉલ્લેખનીય છે કે ૧૯૯૦માં બીજેપી નેતા લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા માટે રથયાત્રા કાઢી હતી.