રામાણીયા હત્યા કેસમાં પકડાયેલા આરોપીના રિમાન્ડ મેળવવા કાર્યવાહી કરાઈ

મુન્દ્રા : તાલુકાના રામાણીયા ગામે બનેવીની હત્યા કરી ભાગી છુટેલા આરોપીને પોલીસે ભચાઉથી ધરબોચી લઈ રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરેલ છે.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર રામાણીયા ગામે રહેતા મુકીમ અબ્દુલ્લા સમા (ઉ.વ.૩૩)ની તેના જ સાળા અબ્બાસ ઈસ્માઈલ સમા (રહે. ભારાપર તા.ભુજ)એ છરીના ઘા મારી હત્યા કરી નાસી છુટેલ જ્યારે ઈમરાનને છરીથી ઈજા કરી હતી. આરોપી સામે હત્યાનો ગુન્હો નોંધાતા પશ્ચિમ કચ્છ એસપી એમ.એસ. ભરાડા, ના.પો. અધિ એન.વી. પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.એન. ચૌહાણ, પીએસઆઈ કે.એચ. બારીયા સાથે સ્ટાફના નારણભાઈ રાઠોડ, પ્રદિપસિંહ ઝાલા, વાલાભાઈ ગોયલ, રવજીભાઈ બરાડીયા, શબ્બીરભાઈ બાયડ, ખોડુભા ચૂડાસમા, જયપાલસિંહ જાડેજા વિગેરે સ્ટાફે બાતમી આધારે ભચાઉમાંથી આરોપી અબ્બાસ ઈસ્માઈલ સમા (ઉ.વ.ર૬) (રહે. ભારાપર તા.ભુજ)ને ઝડપી પાડ્યો હતો. આરોપીને આજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાશે.