રામમંદિર જમીનના ગોટાળા મામલે એનએસયુઆઇએ રામધૂન,ભજન કરી વિરોધ કર્યો

(જી.એન.એસ.)અમદાવાદ,રામ મંદિરના જમીન ગોટાળા મામલે હવે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇ પણ મેદાને ઉતર્યું છે. એનએસયુઆઇના કાર્યકરો દ્વારા યુનિવર્સિટી ખાતે આવેલ હનુમાન મંદિરમાં ભજન કરીને રામ મંદિરના જમીન ઘોટાડાનો વિરોધ કર્યો હતો. તાત્કાલિક ગોટાળામાં સંડોવાયેલા લોકો વિરોધ ફરિયાદ કરવાની એનએસયુઆઇ દ્વારા માંગણી કરવામાં આવી છે.ગુજરાત યુનિવર્સિટીમાં આવેલ હનુમાન મંદિર ખાતે એનએસયુઆઇના આગેવાનો અને કાર્યકરો દ્વારા હનુમાન ચાલીસા, રામ ધૂન, ભજન, જય શ્રી રામના નારા લગાવ્યા હતા. એનએસયુઆઇ દ્વારા આ પ્રકારે રામ મંદિર નિર્માણ માટેની જમીનમાં થયેલ ગોટાળા મામલે વિરોધ કર્યો હતો. મંજીરા અને ઢોલ વગાડીને કાર્યકરોએ વિરોધ કર્યો હતો અને તાત્કાલિક પગલાં લેવા માંગણી કરી હતી.એનએસયુઆઇના મહામંત્રી નારાયણ ભરવાડે જણાવ્યું હતું કે, રામ મંદિર આસ્થાનું પ્રતીક છે. અમે તમામ હિન્દુ ધર્મના લોકો રામ મંદિરની જમીનમાં કૌભાડ થયેલ છે તેનો વિરોધ કરીએ છે. કૌભાંડના કારણે અમારી અસ્થાને થી પહોચી છે. રાતોરાત ૨ કરોડની જમીનના ૧૮ કરોડ થઈ જાય છે. ૧૬ કરોડનો ગોટાળો કરનાર સામે કાર્યવાહી થવી જોઈએ અને તેને જેલના હવાલે કરવા જોઈએ. ભગવાન પણ તેમને કડક સજા કરે તે માટે મંદિરમાં આયોજન કર્યું હતું.