રામપર (સરવા)ની કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો : બે આરોપીઓની ધરપકડ

નખત્રાણા : તાલુકાના રામપર સરવા ગામની સીમમાં થયેલી કેબલ ચોરીમાં એલસીબીએ શખ્સોને પકડી પાડી નખત્રાણા પોલીસના હવાલે કર્યો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ગત તા. ૯-૬-૧૮ તથા ૧૦-૬-૧૮ની રાત્રી દરમ્યાન થયેલી ચોરી અંગે નખત્રાણા પોલીસ મથકે ગુનો નોંધાયેલ હતો. પશ્ચિમ કચ્છ એસ.પી. એમ.એસ. ભરાડાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ જે.એમ. આલ તથા પીએસઆઈ એમ.બી. ઔસુરાની સુચનાથી એલસીબી સ્ટાફે હીરાલાલ ઉદેરામ ગુજજર (ભરવાડ) (રહે મૂળ ગામ ભિલોલી (કીકાબા કા ખેડા) તા. આસીન્દ ભીલવાડા રાજસ્થાન હાલે અમદાવાદ ખુમાનસિંહ માધુભાઈ પટેલ (ગામ પતાંગડી તા. લીમખેડા જિલ્લો દારોડને ૧૩૦૦ કિલો ગ્રામ એલ્યુમિનિયમના જુના તથા નવા વાયરો તેમજ આઈસર ટેમ્પો જી.જે. ૦૧ એફ.ટી. ૪૯૧૧ મળી ૧૦.પ૦ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા. આરોપીઓ પાસે આધાર પુરાવાના હોઈ ચોરી કે છળકપટથી વાયરો મેળવેલાનું જણાતા સીઆરપીસી ૧૦ર હેઠળ કબજે લઈ નખત્રાણા પોલીસને સોંપતા હેડ કોન્સ્ટેબલ સવાભાઈ વાઘેલાએ તપાસ હાથ ધરેલ છે.