રાપર સૌથી આગળનું સુત્ર ચરિતાર્થ કરાશે : હરખીબેન વાઘાણી

સૌના સાથ સૌનો વિકાસની નિતી આગળ ધપાવાશે : હમીરસિંહ સોઢા : રાપર તાલુકા પ્રમુખ-ઉપપ્રમુખની વિધિવત કરાઈ વરણી

રાપર : તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી માટે આજરોજ કચેરી મધ્યે સામાન્ય સભા મળી હતી જેમાં પ્રમુખ પદે હરખીબેન વાઘાણી અને ઉપપ્રમુખ પદે હમીરસિંહ સોઢાની વિધિવત વરણી કરાઈ હતી.
મામલતદારશ્રી પ્રજાપતીની ઉપસ્થિતિમાં યોજાયેલ પ્રક્રિયામાં બન્ને પદાધિકારીઓની બિનહરિફ વરણી કરાઈ હતી. આ વેળાએ તાલુકા પંચાયત પ્રમુખ હરખીબેન વાઘાણીએ જણાવ્યુ હતું કે વિકાસની દ્રષ્ટિએ રાપર સૌથી આગળનું સુત્ર ચરિતાર્થ કરાશે તો ઉપપ્રમુખ હમીરસિંહ સોઢાએ જણાવ્યું કે સૌના સાથ સૌના વિકાસની નિતી આગળ ધપાવી વિકાસ કાર્યો હાથ ધરાશે. આ વેળાએ વિકાસ રાજગોર, ડોલરરાય ગોર, હઠુભા સોઢા, કાનજી ગોહિલ, મોહન બારડ, અરવિંદસિંહ જાડેજા, રામજી સોલંકી, રાજુભા જાડેજા, નશાભાઈ દૈયા, બબીબેન સોલંકી, અજીતસિંહ જાડેજા, બળવંત ઠકકર, રમેશ સીયારીયા, અનોપસિંહ વાઘેલા, જશુભા જાડેજા, ભુપતસિંહ વાઘેલા, લાલમામદ રાયમા, મહેન્દ્રસિંહ વાઘેલા, રામજી પીરાણા, રાજુભા જાડેજા, કમલસિંહ સોઢા, રાસુભા સોઢા, બળવંત ગામોટ, ડાયાભાઈ વાઘાણી, અકબર રાઉમા, કુંભાભાઈ રાજપુુત, ભીમજીભાઈ પરમાર, રાયમલ મઢવી, ઉમિયાશંકર મઢવી, સવાઈસિંહ સોઢા, સુલતાન અમીર, નઝરમામદ અમીર, કેશરભાઈ ઓસમાણ, આધમ ઓસમાણ, દેવરાજ પટેલ, બાબુભાઈ, દેવાભાઈ ભરવાડ, પી.જે. ઠાકોર, જાનખાન બલોચ, ઈશાભાઈ કોલી, વર્ધાજી સોઢા, રમેશભાઈ, ભગાભાઈ આહિર સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.