રાપર સહિત વાગડમાં લગ્નગાળામાં જ એટીએમ બંધ

ગાંધીધામ : કેન્દ્ર સરકાર દ્વારા જે સમયે નોટબંધી લાગુ કરી હતી તેવો જ માહોલ હાલ સર્જાયો છે. વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર, આડેસર, સામખીયારી, ભચાઉ સહિતના વિસ્તારોમાં આવેલા રાષ્ટ્રીયકૃત બેંકોના એટીએમ છેલ્લા ત્રણ દિવસથી બંધ હાલતમાં પડ્યા છે એટીએમમાં બેલેન્સ ન હોવાથી નોકરીયાત વર્ગ તેમજ લગ્ન પ્રસંગે આવેલા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
રાપર શહેરમાં દેનાબેંક, બેંક ઓફ ઈન્ડિયા, અક્સિસબેંક ના એટીએમ મશીન આવેલા છે પરંતુ એટીએમમાં બેલેન્સ ન હોવાથી તાળા જોવા મળી રહ્યા છે તો અમુક બેંકમાં એટીએમમાં બેલેન્સ ન હોવાથી લોકો ખાલી હાથે જઈ રહ્યા છે રાપર તાલુકો સરહદી તાલુકો છે આ વિસ્તારમાં સરહદમાં ફરજ બજાવતા જવાનોને ખરીદીમાં મુશ્કેલી ઉભી થઈ છે એક તરફ વાગડ વિસ્તારમાં અખાત્રીજ ના દિવસે અનેકગામોમાં રૂપિયા ન હોવાથી લોકોને ભારે આર્થિક મુશ્કેલી પડી રહી છે. આમ વાગડમાં ફરીથી નોટબંધીનો માહોલ સર્જાયો છે.