રાપર સમીપે ૪ની તીવ્રતાનો અનુભવાયો આંચકો

શહેરથી રપ કિ.મી. દૂર નોંધાયું કેન્દ્રબિંદુ : બુધવારે સાંજે ૭.૧૪ કલાકે ધ્રુજી ધરા

ભુજ : કચ્છ જિલ્લામાં ભૂગર્ભિય સળવળાટ ફરી તેજ બનતા કંપનોનું પ્રમાણ વધ્યું છે. મંગળવારે દુધઈ નજીક ૩.પની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો ત્યારે બુધવારે સમી સાંજે રાપર નજીક ૪ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.
સિસ્મોલોજી કચેરી ગાંધીનગરથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ રાપરથી રપ કિ.મી. દૂર ભૂગર્ભમાં ૬ કિ.મી.ની ઉંડાઈએ કેન્દ્રબિંદુ ધરાવતો રિક્ટર સ્કેલ પર ૪ની તીવ્રતાનો આંચકો બુધવારે સાંજે ૭.૧૪ કલાકે અનુભવાયો હતો. કંપનનું કેન્દ્રબિંદુ શહેરથી નજીક હોઈ રાપર ઉપરાંત આસપાસના ગામોમાં પણ તેની અસર વર્તાઈ હતી.