રાપર શાળા જુગાર કાંડમાં શિક્ષણમંત્રીએ આપ્યા તપાસના આદેશ

શાળા જુગાર કાંડમાં  વિદ્યાર્થીઓના લેવાશે નિવેદન
ભુજ : કચ્છમાં ચકચારી બનેલી શાળા જુગાર કાંડમાં વીડીયોમાં દેખાઈ રહેલા વિદ્યાર્થીઓનાં નિવેદન લેવામાં આવશે. ઉપરાંત એસ.એમ.સી. ગ્રામજનો અને રજુઆતકર્તાઓના પણ નિવેદન લેવામાં આવશે તેવું રાપર તાલુકાના ટીપીઓ ભાવિન પટેલએ જણાવ્યું હતું. વીડીયોમાં દેખાઈ રહેલા તમામ છાત્રો સાથે વન-ટુ-વન કરવામાં આવશે. ઉપરાંત એસ.એમ.સી. ના પ્રમુખ સહિત સભ્યોને પણ નિવેદન માટે શાળામાં બોલાવામાં આવશે અને ત્યાર બાદ તેમના નિવેદનો લઈ રીપોર્ટ તૈયાર કરીને જિલ્લા શિક્ષણઅધીકારીને સોંપવામાં આવશે.

 

 

 

ભુજ : દેશનું ભાવિ તૈયાર કરવામાં શિક્ષકની મહત્વની ભુમિકા રહેતી હોય છે. પરંતુ રાપરમાં કદાચ આ નિયમ લાગુ પડતો નથી. જે શાળાઓમાં ભારતનું ભાવી થવાનું તે શાળામાં જુગારીઓ તૈયાર થઈ રહ્યા છે.
વાત એમ છે કે રાપર તાલુકાના નાંદા ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક અને શિક્ષીકા બાળકોને પત્તા રમાડતા હોવાની વીડીયો વાયરલ થયો છે. શિક્ષકો શાળાની છોકરીઓને જુગારની રમત શીખવી રહ્યા હતા ત્યારે શાળાના કોઈ વિદ્યાર્થીએ મોબાઈલમાં જુગારની રમતની રેકોર્ડીંગ કરી લીધી હતી અને તેનો વિડીયો વોટસએપ પર વાયરલ થતા સૌ કોઈ અચંબામાં પડી ગયા હતા. કોઈ શિક્ષક બાળકોને શામાં જુગારની રમત કેવી રીતે રમાડી શકે તેવા પ્રશ્નો ઉભા થયા છે.
ત્યારે વાયરલ થયેલા વીડીઓ મુદ્દે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ તપાસના આદેશ આપ્યા છે. શાળામાં જુગાર ચાલતી હોય તે વાત કયારેય સ્વીકારી શકાય નહી. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ સમગ્ર શાળા જુગાર કાંડ મુદ્દે યોગ્ય તપાસ કરીને જે નિષ્કર્ષ આવશે તેની સામે યોગ્ય પગલા લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જયાં બાળકોને એબીસીડીનું જ્ઞાન મળવું જાઈએ તેની જગ્યાએ બાળકોને જુગારના પાઠ શીખવવામાં આવી રહ્યા છે. આ વાયરલ થયેલ વીડીયોનાં શિક્ષકનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે અને શિક્ષક ગૌતમ જાષી હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર શાળા જુગાર કાંડની તપાસ જિલ્લા શિક્ષણાધિકારીએ રાપરના ટીપીઓ ભાવીન પટેલને તપાસ સોંપી છે. રાપર તાલુકાના શિક્ષણ અધિકારી ભાવીન પટેલે જણાવ્યું હતું કે જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાના શિક્ષકોની તપાસ કરવા જણાવ્યું છે. તપાસ દરમ્યાન નિવેદનો લેવામાં આવશે. તો આ શાળા જુગાર કાંડ સમયે શાળાના આચાર્ય હાજર ન હોવાનું રાપર ટીપીઓએ જણાવ્યું હતું. નાંદા પ્રાથમિક શાળાના આચાર્ય પાટણ તાલીમ માટે ગયા હોવાની વાત કરી હતી. ઉપરાંત જુગાર રમતા શિક્ષકમાં ગૌતમ જાષી અને બિનલ પટેલ હોવાનું સ્પષ્ટ થયું છે. શાળામાં ચાલતી જુગાર વીડીયો રાપર રાલુકા પંચાયત ગ્રુપ અને ભાજપના ગ્રુપમાં વહેતો થયો હતો.
આ ઘટનામાં રાપરના ટીપીઓ તપાસ કરીને તેનો રીપોર્ટ જિલ્લા શિક્ષણઅધીકારીને સોંપસે અને ત્યાર બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને જા આ ઘટનામાં શિક્ષકો દોષિત થશે તો તેમના વિરૂધ્ધ ખાતાકીય તપાસ અને ખુલ્લાસાઓ માંગવામાં આવશે અને તેમની આ ઘટનામાં બદલી થઈ શકે તેવું જિલ્લા શિક્ષણઅધિકારીએ જણાવ્યું હતું.