રાપર શહેરને સી.સી.ટી.વી.કેમેરાથી સજ્જ કરવા ધારાસભ્ય સંતોકબેન આરેઠીયા દ્વારા રજુઆત

ઘરફોડ ચોરીઓ, લુંટફાટ જેવા બનાવોને ડામવા તેમજ પ્રજા ભયમુકત જીવન જીવી શકે તે માટે ગુજરાત રાજયના શહેરી વિકાસમંત્રીને પણ પાઠવી લેખિત રજુઆત

ગાંધીધામઃ રાપર ધારાસભ્ય સંતોકબેન ભચુભાઈ આરેઠીયા દ્વારા તેમનાજ મત વિસ્તાર હેઠળના રાપર શહેરને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવા બાબતે લેખિત રજુઆત કરાઈ હતી. કચ્છ જીલ્લાનો અંતરિયાળ વિસ્તાર ધરાવતો તાલુકો એટલે રાપર આમ રાપર શહેર કે જયાં દરરોજની હજારોની સંખ્યામાં લોકોની અવર જવર થાય છે. અને રાપર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચોરી, લુંટફાટ, દારૂ, અકસ્માતો જેવી પ્રવૃતિઓએ વધુ પ્રમાણમાં વેગ લીધો છે. આ સઘળી ફરીયાદોના નીરાકરણ માટે રાપર શહેરના દેના બેન્ક ચોક મોટી લાઈટ લાગેલ છે તેના ઉપર, સેલારી નાકા વિસ્તારમાં મોટી લાઈટ લાગેલ છે તેના ઉપર, બસ સ્ટેશ વિસ્તાર, માંડવી ચોક વિસ્તાર, આથમણા નાકા વિસ્તારમાં મોટી લાઈટ લાગેલ છે તેના પર, કોર્ટ રોડ કન્યા છાત્રાલય વિસ્તાર, સરકારી બગીચા પાસે મોટો ગોળો લાગેલ છે ત્યાં તેના ઉપર, પ્રાગપર ચોકડી વિસ્તાર(સરદાર પટેલની)ની પ્રતિમાની બાજુમાં, ત્રમ્બો ચોકડી વિસ્તાર, મોટી લાઈટ લાગેલ છે તેના ઉપર, મેઈન બજારમાં માલી ચોક વિસ્તાર, અયોધ્યાપુરી ચકરાવાળો વિસ્તાર, નવાપર(રતનપર)વિસ્તાર (સ્વામિનારાયણ ભગવાનના મંદીરની આજુબાજુ)આમ ૧ર જેટલા જાહેર ચોક/રસ્તાઓમાં સીસીટીવી લગાવવા આવે તો આ શહેરના વેપારીઓ તેમજ ગ્રામજનોને ભય, ડર, ચોરી જેવા ગુનાથી ભયમુકત જીવન જીવી શકે તેમ લેખિત રજુઆતમાં જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ બાબતે અગાઉ પણ રાપર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રજુઆત કરેલ છે છતાં આજદીન સુધી કોઈપણ પ્રકારે કાર્યવાહી થયેલ નથી આમ સત્વરે રાપર શહેરની ત્રીજી આંખ સમાન સીસીટીવી કેમેરાથી સજ્જ કરવા ભારપુર્વકની રજુઆત કરી હતી.