રાપર વિધાનસભા બેઠક પર 30થી વધુ દાવેદારો

0
68

શુક્રવારે બપોરે રાપર વિધાનસભા બેઠક માટે સેન્સ લેવાયા હતા. નિરીક્ષકોએ સૌ પ્રથમ રાપર અને ભચાઉ શહેર અને તાલુકા સંગઠન સાથે વિચાર વિમર્શ કર્યો હતો. ત્યારબાદ રાપર વિધાનસભા હેઠળના વિવિધ સમાજના પ્રતિનિધિઓને નિરીક્ષકો મળ્યા હતા. વિવિધ સમાજના પ્રતિનિધિઓએ નિરીક્ષકો સમક્ષ પોતાના સમાજ માટે ટિકીટની દાવેદારી રજૂ કરી હતી. ત્યારબાદ નિરીક્ષકોએ વ્યક્તિગત દાવેદારોને પોતાની રજૂઆતો કરવા તક આપી હતી.

  ઉલ્લેખનિય છે કે, રાપર બેઠક પર હાલ કોંગ્રેસનો કબ્જો છે. આગામી ચૂંટણીમાં આ બેઠક ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે. રાપર વિધાનસભા માટે પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા, અંબાવીભાઈ વાવિયા, માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, રાજ બારી, કાનજી કોળી, બળવંત ઠક્કર, જાગૃતિબેન શાહ, પંકજભાઈ ઠક્કર, મહેશભાઈ પૂંજ, દેવનાથ બાપુ, ભરતભાઈ સંઘવી ઉપરાંત 30થી વધુ દાવેદારોએ ટિકિટ ફાળવવા માંગ કરી હતી. કેટલાક સમાજો દ્વારા નિરીક્ષક સમક્ષ એક વિશિષ્ટ રજૂઆત મુકી હતી. વિવિધ સમાજના આગેવાનોએ ચાર ઉમેદવારોના નામ નિરીક્ષકો સમક્ષ રજૂ કર્યા હતા. જો આ ચાર નામ પૈકી કોઈને પણ પાર્ટી ટીકીટ ફાળવશે તો દરેક સમાજ સંગઠીત રહી ઉમેદવારોને વિજયી બનાવશે. જો કે, આ રજૂઆત અંગે સતાવાર રીતે કોઈ પણ સમાજ દ્વારા ઘોષણા કરવામાં આવી નથી.