રાપર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર સંતોકબેન ભચુભાઈ આરેઠીયાને મળતો આવકાર

રાપરના ઉમૈયા, સલારી, કાનપર અને હમીરપરમાં મોટા પ્રમાણમાં જનમેદની ઉમટી

રાપર : વિધાનસભાની ચુંટણીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસના મહિલા ઉમેદવાર સંતોકબેન ભચુભાઈ આરેઠીયાએ ગઈકાલે મતદારો વચ્ચે જઈ પોતાના માટે પ્રચાર ઝુંબેશના શ્રી ગણેશ કર્યા હતા. અને વિશાળ સંખ્યામાં જન સમુદાય હાજર રહી ઉમેદવારને આવકાર્યા હતા. અને તેઓની તરફેણમાં ચુંટણી પ્રચાર કરવા સ્થાનિક મહીલાઓ જાડાઈ હતી કારણ કે પ્રથમ પાટીદાર મહિલા કોંગ્રેસે પસંદગી કરી.†ી શકિતને ઉજગર કરે છે તેને સફળ બનાવા તારીખ ૯ના કોંગ્રેસના ઉમેદવાર સંતોકબેન તેમજ કોંગ્રેસના તરફેણમાં મતદાન વિજયી બનાવવા અપીલ કરાઈ હતી. અને પ્રચાર દરમિયાન દરેક ગામમાં હાજર રહેલા કાર્યકરો તેમજ સમર્થકોનો સંતોકબેન ભચુભાઈ આરેઠીયાએ આભાર લાગણી વ્યકત કરી હતી. આ વેળાએ નવલબેન બાંભણીયા, કસ્તુરીબેન ઠકકર, મોરારભાઈ ચાવડા, પાંભાલાલ પરસોડ, ભુરાભાઈ મકવાણા, કાનાભાઈ ઉસેટીયા, મનજીભાઈ વાઘાણી, હમીરપરના બાઉબેન ભાંયા(ભરવાડ), માનાબેન ચૌધરી, કાનીબેન ચૌધરી, જનકબા ભગુભા સહિતના કાર્યકરો જાડાઈ ચુંટણી પ્રચાર કર્યો હતો.