રાપર-ભચાઉ વિસ્તારના ૨૦ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર રાપર તાલુકાના નવા ત્રંબો ગામના હરીજનવાસ વિસ્તારમાં શ્રી હરખા વેરશીભાઇ ગોહિલના ઘરથી શ્રી નામેરી વરજાંગભાઇ ગોહિલના ઘર સુધીને તા.૭/૪ સુધી, રાપર તાલુકાના પલાસવા ગામના જોગુવાસ વિસ્તારમાં શ્રી બળવંતભાઇ જેસંગભાઇ જોગુના ઘરથી શ્રી સંતોકબેન બાઉ જોગુના ઘર સુધીને તા.૮/૪ સુધી, રાપર તાલુકાના ભીમાસર ગામના હરીજન પ્લોટ વિસ્તારમાં શ્રી જમુભા મનુભા વાઘેલાના ઘરથી શ્રી રણછોડભાઇ કરશનભાઇ મકવાણાના ઘર સુધીને તા.૮/૪ સુધી, રાપર તાલુકાના સુવઇ ગામના હરીજનવાસ વિસ્તારમાં શ્રી જવીબેન દેવજીભાઇ પરમારના ઘરથી શ્રી બાબુભાઇ વશરામભાઇ વાઘેલાના ઘર સુધીને તા.૭/૪ સુધી, રાપર તાલુકાના જાટાવાડા ગામના ચારણવાસ વિસ્તારમાં શ્રી જીવાભાઇ રામજીભાઇ પ્રજાપતિના ઘરથી કેસરીબેન વેલાભાઇ હરીજનના ઘર સુધીને તા.૭/૪ સુધી, રાપર તાલુકાના સુવઇગામના મોતાવાસ વિસ્તારમાં શ્રી પ્રહલાદભાઇ ધીરજભાઇ રાજગોરના ઘરથી રી લક્ષ્મીબેન રૂપશીભાઇ મોતાના ઘર સુધીને તા.૯/૪ સુધી, રાપર તાલુકાના વ્રજવાણી ગામમાં શ્રી પટેલ મેઘરાજભાઇ હરખાભાઇના ઘરથી શ્રી વિરભાણભાઇ સામતાભાઇ પટેલના ઘર સુધીને તા.૯/૪ સુધી, રાપર તાલુકાના બેલા ગામમાં શ્રી હેતુભા ટપુભા વાઘેલાના ઘરથી શ્રી દિનેશભાઇ ઘિંગાભાઇ કોલીના ઘર સુધીને તા.૯/૪ સુધી, રાપર તાલુકાના વ્રજવાણી ગામમાં રમેશભાઇ રૂપાભાઇ કોલીના ઘરથી શ્રી દેવાભાઇ વાલાભાઇ કોલીના ઘર સુધીને તા.૯/૪ સુધી, રાપર તાલુકાના સુવઇ ગામમાં ઠાકોર સમાજવાડી બાજુમાં અયોધ્યાપુરી વિસ્તારમાં શ્રી શાંતીબેન ભવનભાઇ માલીના ઘરથી દીપીકાબેન ભાવેશભાઇ રાઠોડના ઘર સુધીને તા.૯/૪

સુધી, રાપર નગરપાલિકાના મિહિર એપાર્ટમેન્ટ વિસ્તારમાં શ્રી વિષ્ણુભાઇ બાબુભાઇ સોલંકીના ઘરથી શ્રી દિલીપભાઇ લાલજીભાઇ પરમારના ઘર સુધીને તા.૮/૪ સુધી, ભચાઉ નગરપાલિકાના રામવાડી વિસ્તારમાં શ્રી રાજેશભાઇ શંકરલાલ ઠકકરના ઘરથી શ્રી જયંતિભાઇ માવજીભાઇ ઠકકરના ઘર સુધીને તા.૯/૪ સુધી, ભચાઉ તાલુકાના મેઘપર ગામના હનુમાનશેરી વિસ્તારમાંશ્રી નારણભાઇ પાંચાભાઇ ગામીના ઘરથી શ્રી કાનજીભાઇ દેવરાજભાઇ ગાંધીના ઘર સુધીને તા.૯/૪ સુધી, ભચાઉ નગરપાલીકાના માંડવીવાસ વિસ્તારમાં શ્રી રામનારાયણ શોભનાથ મિશ્રાના ઘરથી શ્રી શાંતિગીરી જીતુગીરી ગોસ્વામીના ઘર સુધીને તા.૯/૪ સુધી, ભચાઉ નગરપાલિકાના ભવાનીપુર શેરી નં.૨ વિસ્તારમાં શ્રી મુળજીભાઇ નરશીભાઇ કારીયાના ઘરથી શ્રી દિનેશભાઇ આંબાભાઇ પ્રજાપતિના ઘર સુધીને તા.૯/૪ સુધી, ભચાઉ તાલુકાના સામખીયાળી ગામમાં જયોતિ કોલોનીનો બી-બ્લોક વિસ્તારને તા.૯/૪ સુધી, ભચાઉ નગરપાલીકાના રબારીવાસ વિસ્તારમાં શ્રી નીલેશભાઇ રઘુભાઇ પટેલના ઘરથી રતીલાલ જેઠાભાઇ ચાવડાના ઘર સુધીને તા.૭/૪ સુધી, ભચાઉ તાલુકાના કબરાઉ ગામના ક્રિષ્નાનગર વિસ્તારમાં શ્રી દલાભાઇ કરમણભાઇ કાઠેચાના ઘરથી શ્રી જીવણભાઇ પીતાંબરભાઇ ગરવાના ઘર સુધીને તા.૭/૪ સુધી, ભચાઉ નગરપાલિકા નવી ભચાઉ વિસ્તારમાં શ્રી પ્રશાંતભાઇ જયકરભાઇઓઝાના ઘરથી શ્રી ધમેન્દ્રભાઇ ચંદુભાઇ પાઠકના ઘર સુધીને તા.૮/૪ સુધી, ભચાઉ તાલુકાના ચોબારી ગામના મોમાયમોરા વિસ્તારમાં શ્રી પાંચાભાઇ નામેરીભાઇ મણવરના ઘરથી શ્રી પાંચાભાઇ રામાભાઇ ભાયાણીના ઘર સુધીને તા.૮/૪ સુધી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી પી.એ.જાડેજા દ્વારા ફરમાવેલ છે.