રાપર-ભચાઉ તાલુકામાં રૂ.૪૩ કરોડની પાણી કનેકટીવીટી સુધારણા યોજના તૈયાર કરી નલ સે જલ સાકાર કરાશે : પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા

રાપર ખાતે યોજાયેલા લોક દરબારમાં મંત્રીશ્રી સાથે સ્થાનિકો અને પાણી પુરવઠા અધિકારી વચ્ચે ૫૫ મુદ્દા ચર્ચાયા : પાણી ચોરી કરનાર સામે ડોમેસ્ટીક વોરટ સપ્લાય એકટ હેઠળ દંડ અને શિક્ષાના પગલા ભરાશે : કુંવરજીભાઇ બાવળીયા

રાપર : પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાની અધ્યક્ષતામાં આજરોજ રાપર ખાતે પીવાના પાણી મુદે્ લોકદરબારમાં સ્થાનિકો અને પાણી પુરવઠા અધિકારી વચ્ચે ૫૫ મુદા્ ચર્ચાયા હતા. પાણી પુરવઠા પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ આ તકે જણાવ્યું હતું કે, જિલ્લામાં રૂ.૭૪૨ કરોડના નલ સે જલના ૨૦૨૧-૨૨ કાર્યક્રમ પૂર્ણ થતાં યોજના ૧૦૦ ટકા સિધ્ધિ મેળવશે તેમ જણાવ્યું હતું.

મંત્રીશ્રી આ તકે રાપર અને ભચાઉ તાલુકાના ગ્રામ અગ્રણી અને સરપંચોની પાણી પ્રશ્નો અને સમસ્યાઓ સાંભળી હતી. તેમજ સબંધિત અધિકારીશ્રીઓ પાસે આના ઉકેલ માટે તત્કાળ પગલાં ભરવા આદેશ કર્યા હતા. મંત્રીશ્રીએ ઉપસ્થિતોની ફરિયાદને અનુલક્ષીને જણાવ્યું હતું કે, પાણી ચોરી કરનાર સામે ડોમેસ્ટીક વોટર સપ્લાય એકટ હેઠળ દંડાત્મક અને શિક્ષાત્મક કાયદાકીય પગલાં ભરાશે. વિધાનસભામાં જોગવાઇ કરેલ આ એકટથી પાણી સમસ્યા નિવારણમાં મદદ મળશે. આ તકે મંત્રીશ્રીએ ઉપસ્થિતો અને પાણી પુરવઠાના અધિકારીશ્રીઓને ખાસ અનુરોધ કર્યો હતો કે કાયદેસર પાણી માંગે તેમને જોડાણ આપો. મીટરથી પાણી મળશે. ચોરી ના કરે નહીં તો તેમની પર અચૂક કાયદાકીય પગલાં ભરાશે. પીવાના પાણી માટે બંને તાલુકામાં થતી ગેરરીતિ અને ફરિયાદો અને સમસ્યાઓ બાબતે મંત્રીશ્રીએ સંકળાયેલા કર્મચારી અધિકારીઓને યોગ્ય અને સત્વરે કામગીરીના ઉકેલમાટે તાકિદ કરી હતી. તેમજ તેમની પાણીની સમસ્યા અન્ય સબંધિત વિભાગોને પહોંચાડવા સૌને સઘિયારો આપ્યો હતો. આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાપર અને ભચાઉ તાલુકામાં ૪૬ કરોડની પાણી કનેકટીવીટી સુધારણા યોજના તૈયાર કરી છે. જેનાથી નલ સે જલ કાર્યક્રમ સાકાર કરી શકાશે. રાપર તાલુકાના ૪૯ ગામો અને ૧૨૮ વાંઢોને સુચારૂરૂપે પાણી મળી રહે તે માટે રૂ.૪૬ કરોડ રાપર જુથ સુધારણા યોજના અને ભચાઉ જુથ પાણી પુરવઠા યોજના રૂ.૩૪ કરોડની યોજના મંજુરી તૈયાર કરી છે. જેનાથી ૨૫ ગામોને નલ સે જલ ને લાભ મળશે. મંત્રીશ્રી આ તકે ઉપસ્થિતોને ઘર સુધી પાણી મળવાની યોજના સાથે સંકળાયેલ કામગીરી અને વિભાગની બાબતોથી તમામને વાકેફ કરી પીવાના પાણી મુદે સંકળાયેલા તમામને કામગીરી બાબતે અગ્રતાના ધોરણે મહત્વ આપવા જણાવ્યું હતું. મંત્રીશ્રીએ આ તકે ભીમાસર ભુટકીયા ગામે તળાવ સ્ટોરેજનો ઉપયોગ કરવા અધિકારીઓને સૂચના આપી હમીરપર કેનાલમાંથી ભીમાસર તળાવ ભરવા પૂર્વ ધારાસભ્યશ્રી પંકજ મહેતાએ આ તકે કચ્છમાં ૭ હજાર કિ.મી.માં ફેલાયેલા પાણી નેટવર્ક અને પાણી પુરવઠાની કામગીરીથી સૌને વાકેફ કર્યા હતા. તેમજ પાણી બાબતે મંત્રીશ્રીએ કરેલી જાત માહિતી અને પરીક્ષણથી સૌને વાકેફ કર્યા હતા. જિલ્લા અગ્રણી અરજણભાઇ રબારી, રાજયના થઇ રહેલી પાણી અંગેની કામગીરી બાબતે જણાવ્યું હતું તેમજ રાપર અને ભચાઉ તાલુકાના પાણી પ્રશ્નો બાબતે પણ ઉલ્લેખ કર્યો હતો. પાણી પુરવઠાના મુખ્ય ઈજનેરશ્રી અશોક વનરાએ આ તકે કચ્છ જિલ્લામાં પાણી પુરવઠાની કામગીરી તેમજ કાર્યાન્વિત યોજના અંગે સૌને માહિતગાર કર્યા હતા. આ તકે ઉપસ્થિત આગેવાનો અને અધિકારીઓ, માજી ધારાસભ્ય પંકજ મહેતા, મામલતદાર એચ જી પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારી આર કે રાઠવા, આંકડા અધિકારી ડી જે ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા, ઉપ પ્રમુખ કાનજીભાઈ ગોહિલ, રાપર શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની, મહામંત્રી મેહુલ જોશી, લાલજી કારોત્રા, તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા, ડોલર ભાઈ રાજગોર, હઠુભા સોઢા, ભીખુભા સોઢા, નિલેશ માલી, પ્રદિપસિંહ સોઢા, રામજી ભાઈ ચાવડા, નાનજીભાઈ ઠાકોર, મુળજીભાઈ પરમાર, વાલજી પટેલ કમલસિંહ સોઢા, ગિરીરાજ સિંહ વાધેલા, ભીખાભાઈ ગોહિલ, નવધણ કાટ, દિનેશ સોલંકી, રામજી સોલંકી, માયાભાઈ ઘેડા, મેમાભાઈ ચૌહાણ, તુલસીભાઈ ઠાકોર, કરશનભાઈ મંજેરી, મોહન બારડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય સંતોકબેન આરેઠીયા દ્વારા આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઇ હતી.