રાપર બેઠક પર કોળી સમાજ દ્વારા ટીકીટની માંગણી કરાઈ

રાપર ઃ ગુજરાત વિધાનસભાની ચુંટણીની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે કચ્છની છ વિધાનસભા છે. જેમાં રાપર વિધાનસભાની બેઠક પર ૯૭ ગામો અને ભચાઉ તાલુકાના ૩૦ ગામોમાં સ્થાનિક કોળી સમાજના ૪ર૦૦૦ મતો અને અંદાજીત પપ૦૦૦ વધુ મતો ધરાવતાં કોળી સમાજનો રાજકીય પક્ષો દુર ઉપયોગ કરી હાંસ્યામાં ધકેલી રહ્યા છે. ત્યારે હાલ રાપર ભાજપમાં આંતરીક જુથવાદ વધી વકર્યો છે. અને કોંગ્રેસ નિષ્તેજ પડી ગઈ છે. ત્યારે રાપર નગરપાલિકાની વોર્ડ પાંચની બેઠક પર જીતી ઉભી થવા પ્રયત્ન કરી રહી છે. ત્યારે ગઈ કાલે રાપર આવેલા કોંગ્રેસના નિરીક્ષકો સમક્ષ કોળી સમાજ દ્વારા માદેવભાઈ ભુરાભાઈ ઉસેટીયાના નામની દાવેદારી સાથે પ્રબળ રીતે રજુઆત કરાઈ છે. તો આજે રાપર આવી રહેલા કોંગ્રેસના નેતા કુંવરજી બાવળીયા સમક્ષ રાપર વિધાનસભાની બેઠક પર કોંગ્રેસ દ્વારા કોળી સમાજને ટીકીટ ફાળવવા માટે કોળી ઠાકોર સમાજના આગેવાનો રાપર કોળી ઠાકોર યુવા વિકાસ મંડળ, માંધાતા કોળી યુવા સંગઠનના રાપર, ભચાઉ, અંજાર, ગાંધીધામ સહિતના કોળી સમાજના આગેવાનો અનુક્રમે મોરાર ચાવડા, વજેરામ મકવાણા, ઉમેદભાઈ મકવાણા, નાગજી પીરાણા, મનજી વાઘાણી, હિતેશ ઠાકોર, આજે કોંગ્રેસના નિરીક્ષક કુંવરજી બાવળીયા પાસે ટીકીટની માંગણી કરાશે. અને ૧૬મીએ ગાંધીનગર મધ્યે ભાજપના નેતાઓ પાસે ટીકીટની માંગણી અપાશે તેવી કોળી સમાજ દ્વારા અપાઈ છે. જા કોઈ પક્ષ નહી આપે ટીકીટ તો સમક્ષ ઝંપ લાવશે. કોળી સમાજ દ્વારા ટીકીટની માંગણી કરાતા ભાજપ અને કોંગ્રેસના દાવેદારોની ઉંઘ ઉડી ગઈ છે.