રાપર પોલીસ અને વન વિભાગ દ્વારા ચાઈનીઝ દોરી અને તુકલ સામે ચેકિંગ કરવામાં આવ્યું

ગાંધીધામ : આગામી દિવસોમાં ઉતરાયણ પર્વના તહેવારને અનુલક્ષીને જીલ્લા કલેકટર રમ્યા મોહન અને વન તંત્ર, પોલીસ તંત્રના સંયુકત ઉપક્રમે સમગ્ર કચ્છમાં કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે કે જેમાં ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવે તે માટે જુદા જુદા સ્થળોએ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તો બીજી તરફ કોઈપણ પ્રકારના ચાઈનીઝ દોરી કે ચાઈનીઝ તુકલનું વેચાણ ન થાય તે માટે આજે રાપર શહેરમાં પોલીસ ઈન્સ્પેકટર વી.પી.જાડેજા, પીએસઆઈ નાંદોલીયા, ઈન્ચાર્જ આરએફઓ વી.આઈ.જોશી, બી.ડી.વાઘેલા, નરશીભાઈ ઝાપડીયા, બાબુભાઈ રબારી, સંજયભાઈ, શરતાણભાઈ સહિતના પોલીસ અને વન્યતંત્રના અધીકારીઓએ રાપર શહેરમાં પતંગો અને દોરીના વેચાણ કરતાંવેપારીઓને ત્યાં ચેકીંગ હાથ ધર્યું હતુ અને વેપારીઓ અને સ્ટોલ ધારકોને ચેતવણી આપી હતી કે ચાઈનીઝ દોરી અને ચાઈનીઝ તુકલનું વેચાણ કરતા પકડાશે તો કડક પગલાં લેવામાં આવશે આજે પોલીસ અને વનતંત્રના સ્ટાફ દ્વારા ઓચિંતા ચેકીંગથી ફફડાટ વ્યાપી ગયો હતો.