રાપર તા.પં. ખાતે આયોજન સમિતિની બેઠક યોજાઈ

રાપર : તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢાના અધ્યક્ષ સ્થાને રાપર તાલુકા પંચાયતની પંદરમા નાણાપંચ અંતર્ગત આયોજન સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં કુલ ૩ કરોડ ૮૧ લાખના વિકાસના કામો અંગે બહાલી અપાઈ હતી. આ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારોમાં પંચાયત હસ્તકના મકાનો માટે વસ્તીના ધોરણે બાંધકામ અપગ્રેડેશન કરવા માટે ચર્ચા કરાઈ હતી. તો ઇ-ગ્રામની સુવિધામા વધારો, એલઇડી લાઇટ, સીસીટીવીના માધ્યમથી સુરક્ષા, રાહત શિબિર, શૌચાલય, લાઈટીંગ, પુન વસવાટ, બે ગામોને જાેડતા રસ્તા, પાણી પુરવઠા, જળ સંસાધન યોજના અંતર્ગત પીવાના પાણીની સમસ્યા હલ કરવા વિચારણા કરાઈ હતી. જ્યારે જળશુદ્ધિ કરણ, પમ્પિંગ સ્ટેશન, વોટર, એટિએમ, સોલર આરઓ, પ્રાથમિક શાળા, આંગણવાડી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા પીવાના પાણીની સુવિધા, આરઓ પ્લાન્ટ, વોટર લેબ, સોલીડ લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ, કચરાના નિકાલ માટેના સાધનો વસાવવા સહિતના પ્રશ્નો રજૂ કરાયા હતા.
ડમ્પીંગ સાઇડ બનાવવા, ઘન કચરાના અને પ્રવાહી કચરાના વર્ગીકરણ માટે જરૂરી વ્યવસ્થા, વોટર ડ્રેનેજ લાઈનના કામો, શિક્ષણ માટે પ્રાથમિક શાળામાં ખુટતી સુવિધા ઉપલબ્ધ કરાવવા સહિત આંગણવાડી આરોગ્ય કેન્દ્રમાં સામાજિક ન્યાય સહિતના કામો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.