રાપર તા.પં. કારોબારી-સામાજીક ન્યાય સમિતિની કરાઈ રચના

પ્રમુખ હરખીબેન વાઘાણીના અધ્યક્ષ સ્થાને મળી બેઠક : સભ્યો-અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

 

રાપર : તાલુકા પંચાયતની સામાન્ય સભા પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં કારોબારી અને સામાજીક ન્યાય સમિતિની રચના કરવામાં આવી હતી.
પ્રમુખ હરખીબેન વાઘાણીના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં પંચાયતની મુખ્ય બે સમિતિઓની રચના કરવામાં આવી હતી. ૯ સભ્યોની કારોબારી સમિતિમાં જેરામભાઈ સોનારા, લાલજીભાઈ બારડિયા, રાજુભા જાડેજા, સજનાબેન ચાવડા, દિવ્યાબા વાઘેલા, મુરીબેન પટેલ, કુલીબેન રાવરિયા, જશુબેન રાવરિયા તેમજ રાજીબેન મરંડનો સમાવેશ કરવામાં આવેલ. જ્યારે પ સભ્યોની સામાજીક ન્યાય સમિતિમાં ગાભાભાઈ ગોહિલ, બબીબેન સોલંકી, રમીલાબેન પરમાર, મોહનભાઈ ભીલ તેમજ દેભાભાઈ વાલ્મીકીનો સમાવેશ કરાયેલ. આ વેળાએ ઉપપ્રમુખ હમીરજી સોઢા, રાજુભા જાડેજા, જયદીપસિંહ જાડેજા, ડોલરરાય ગોર, મોહનભાઈ બારડ, રામજીભાઈ ચાવડા, ભૂપતસિંહ વાઘેલા, કમલસિંહ સોઢા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.