રાપર તાલુકામાં સંકલિત બાળ વિકાસ યોજનામાં ખાલી જગ્યાઓની ભરમાર

ગાંધીધામ : વરસે તો વાગડ ભલો કચ્છડો બારેમાસ એ કહેવું હવે મુશ્કેલી ભર્યું કહેવાય. કારણે કે વાગડ એટલે રાપર તાલુકો અને આ તાલુકાના ૯૭ ગામો અને રર૭ વાંઢો સાથેનો ગુજરાત રાજયનો સૌથી વધુ વિસ્તાર ધરાવતા આ તાલુકામાં સરકારી સમસ્યાઓ પણ વિશાળ છે. દર વખતેની જેમ આ વખતે પણ રાજકીય પક્ષોના નેતાઓ ભાષણબાજી ના ઉંડા ભણાવી વાગડની સમસ્યાઓને એક બાજુ રાખીને અંગત સમસ્યા પર આવી ગયા છે. હાલમાં વાગડ વિસ્તારમાં ગામે ગામ નેતાઓ વચનોની લ્હાણી કરી રહ્યા છે. નાના ભુલકાઓની પા પા પગલી સમાન સંકલિત બાળ વિકાસ યોજના હેઠળની આંગણવાડી કેન્દ્રો કહેવાય પણ રાપર તાલુકામાં આ યોજના ખાલી જગ્યાઓની ભરમાર વચ્ચે ચાલી રહી છે. તે તંત્રની કાબેલિયત છે હાલ સંકલીત બાળ વિકાસ યોજના અધિકારીનો ચાર્જ તાલુકા વિકાસ અધિકારી પાસે છે તો તાલુકાની ર૪ર આંગણવાડી કેન્દ્રો માંથી ૪ર મકાનો નથી કચેરીમાં સીડીપીઓની જગ્યા ખાલી પડી છે. પો પાંચ સુપરવાઈઝર, સી.કલાર્કની બે, આંગણવાડી વર્કરની પ૦, હેલ્પરની ૭૦ જગ્યાઓ ખાલી પડી છે. જેથી તાલુકાના ૪૪ મધ્યમ, ર૧ અતિ કુપોષણ કિશોરી, ૧૭૧ર૬ ધાત્રી, ર૭પ૮ સગર્ભા માતા ર૭ર૩ની સંખ્યા છે એટલે વહીવટી પ્રક્રિયા અને આંગણવાડી કેન્દ્રો પર બાળકો અને સગર્ભા માતા, કુપોષણ બાળકો સહિતના લાભાર્થીઓને મુશ્કેલી પડી રહી છે તો સુપરવાઇઝર દ્વારા આંગણવાડી કેન્દ્રો પર ભાગ્યે જ વિઝીટ લેવામાં આવે છે તો અમુક આંગણવાડી કેન્દ્રો કાગળ પર ચાલી રહી છે અને નીયમીત રીતે ચોકકસ સુપરવાઇઝરોને ઉધરાણા આપવામાં આવે છે તે બાબત ઉકેલ માંગતા કોયડા સમાન છે. હાલમાં તાલુકા વિકાસ અધિકારી પરમાર પાસે ચાર્જ હોવાથી અવાર નવાર આંગણવાડી કેન્દ્રો પર ચેકીંગ કરવા પહોંચી જવાના ડરથી આંગણવાડી કેન્દ્ર મહદઅંશે નિયમીત ખોલવામાં આવી રહી છે. તો ખાલી જગ્યાઓ પર નિમણુંક જરૂરી છે.