રાપર તાલુકાના સણવા ગામે પૂર્વ કચ્છ એસપીએ યોજ્યો લોક દરબાર

રાપર : તાલુકાના આડેસર પોલીસ મથક હેઠળના સણવા ગામે બોર્ડર રેન્જ આઈજી જે.આર. મોથાલીયાની સૂચનાથી પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલ દ્વારા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આડેસર પીએસઆઈ બી.જી. રાવલ હાજર રહ્યા હતા. પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલે લોકોની રજુઆતો સાંભળી કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. આ લોકદરબારમાં આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનો ક્રિષ્ણપાલસિંહ એમ. જાડેજા, સણવા સરપંચ રામજીભાઇ લાધાભાઇ મકવાણા, વરણુ સરપંચ રમેશભાઇ દયારામભાઇ વરણવા, આડેસર સરપંચ ભગાભાઇ આહિર, મોડાના સરપંચ આંબાભાઇ વેલજીભાઇ પટેલ, રાણાભાઇ માદેવાભાઇ આહિર તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.